________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
ઓળખવામાં આવે છે. જૈનધર્મ પ્રમાણે ચૌવીસ તીર્થંકર થાય છે. અત્યારે ભગવાન મહાવીર સ્વામીને શાસન ચાલે છે.
જૈનધર્મ જગતને અનાદિ-અનંત માને છે. આ જગતને બનાવનાર કે મિટાવનાર કોઈ નથી સહુના પોતપોતાના કર્મ અનુસાર આ જગત ચાલે છે. જીવ અને અજીવ આ બે મુખ્ય દ્રવ્ય છે. જેનામાં બધા જ દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે.
જૈનધર્મમાં મહત્વના પાંચવ્રતો બતાવવામાં આવ્યા છે. આ વ્રતનાં કેટલા પ્રકાર છે? આ વ્રતના બે પ્રકાર છે.
અણુવ્રત, મહાવ્રત
અણુવ્રત – અણુ એટલે નાનુ, જેમાં વ્રત ધારણમાં મર્યાદા બતાવવામાં આવી છે અને શ્રાવકોના વ્રત હોવાથી એમાં છૂટછાટ પણ આપવામાં આવી છે.
મહાવ્રત – જે વ્રતને સંયમિઓ જ ગ્રહણ કરે છે અને એનું સંપૂર્ણપણે એટલે કે નવ કોટીએ (ત્રણકરણ અને ત્રણ યોગ કરણ એટલે કરવુ નહિ, કરાવવું નહિ અને કરતાને અનુમોદન કરવુ નહિ. યોગ એટલે મન-વચન અને કાયા. આમ ૩ X ૩ = ૯ થાય) આમાં ક્યાય છૂટ છાટ નથી હોતી. મહાવ્રત એટલે મોટવ્રત.
આ વ્રત પાંચ પ્રકારના બતાવ્યા છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ
આ પાંચ મહત્વના મૂલ્યો બતાવ્યા છે અને પાંચેનું પાલન કરવું એટલે તપની આરાધના કરવા બરાબર છે. આ પાંચ મૂલ્યો જ તપ છે.
(૧) અહિંસા – કોઈપણ જીવોની હિંસા ન કરવી કારણકે બધાને જીવવુ ગમે છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે અત્રે ઉનવાવ રૂછત્તિ નિવવું ન મરિ નિયું | (દશવૈકાલિક સૂત્ર-અ.૬, ગા.૧૧.)
દરેક પ્રાણીમાત્રને જીવવું ગમે છે કોઈને પણ મરવુ ગમતુ નથી. સર્વે જીવોને શાતા પ્રિય છે. દુઃખ કોઈને પણ ગમતું નથી.
सव्वाहि अणुजुत्तीहिं मईमं पडिलेहिया । સળે મૉદુલ્લા ય, અમો હિંયા II (સૂયગડાંગ - ૧/૧૧/૯)
(૩૯૭.