________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
ક્ષેત્રોમાં સંયમિત રહે તેને બ્રહ્મચર્ય કહે છે.
બ્રહ્મચર્યના ત્રણ ભેદ – બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી હોય છે. મન, વચન અને કાયાથી પાળેલું બ્રહ્મચર્ય જ પૂર્ણ બ્રહ્મચર્ય છે. કહ્યું છે કે
कायेन मनसा वाया सर्वावस्थासु सार्वद्य । सवत्रं मैथुन त्यागो, ब्रह्मचर्य प्रयक्षते । શરીર મન અને વચનથી બધી અવસ્થાઓમાં હંમેશા અને સર્વત્ર મૈથુન-ત્યાગને બ્રહ્મચર્ય કહે છે.
ઇન્દ્રિયો દુર્વિષયમાંથી નિવૃત થાય, મન દુવિષયોની ભાવના ન કરે, દુવિર્ષોથી ઉદાસીન રહે. કાયિક, વાચિક અને માનસિક શક્તિને આત્મ-ચિંતન, આત્મ-હિતસાધન તથા આત્મ-વિદ્યાધ્યયનમાં જોડી દેવું તેનું નામ જ બ્રહ્મચર્ય છે.
બ્રહ્મચર્યથી શારીરિક સ્વાથ્યમાં સુધારો થાય છે. આત્મનાં તેજમાં નિખાર આવે છે. આત્મશક્તિનો વધારો થાય છે. નૈતિક હિંમતમાં પણ વધારો થાય છે. બ્રહ્મચારી આત્માને દેવો પણ વંદન કરે છે અને એમની રક્ષા કરે છે.
દરેક ધર્મના દર્શનકારોએ શીલ અને સદાચારની વાત કરી છે. જીવનમાં સદાચાર છે તો બધુ જ છે અને સદાચાર નથી તો કાંઈ જ નથી.
અબ્રહ્મચર્યના આચરણથી ભયંકર નુકશાન થાય છે. નરક, તિર્યંચ જેવી દુર્ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. ઇન્દ્રિયો વશમાં ન રહેતા મન, વચન અને કાયામાં કુમતિનો પ્રવેશ થઈ જાય છે. માટે બ્રહ્મચર્ય પાળવાથી અનેક લાભ થાય છે. ૫. પરિગ્રહ –
દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. કીડીથી માંડીને ચક્રવર્તી સુધીના બધા જીવો તૃષ્ણા પાછળ દોડી રહ્યા છે. ખેદની વાત છે કે આ દોડનો કોઈ અંત નથી, કોઈ વિરામ નથી. તૃષ્ણાપૂર્તિ માટે કોઈ ગમે તેટલા ઉપાય કરે પણ તે પૂર્ણ તો નહિ જ થાય. નીતિશતકકારો એ પણ કહ્યું છે કે – तृष्णा न जिर्णा वय मेव जिर्णा । આ શરીર જીર્ણ થઈ જશે પણ આ તૃષ્ણા ક્યારેય પણ જીર્ણ થતી નથી. ઠાણાંગસૂત્રમાં પણ ચાર પ્રકારના ખાડા બતાવ્યા છે જે ક્યારેય પણ ભરાતા નથી. એ ચારમાં