________________
તપશ્ચર્યા
૪.૨ જૈનેતર ધર્મોમાં રહેલા સનાતન માનવ મૂલ્યો
૧. હિન્દુધર્મ –
હિન્દુધર્મ પ્રાચીન ધર્મ છે અને તેની વિશિષ્ટ બાબત એ છે કે તેની સ્થાપના કોઈ એક વ્યક્તિએ કરી નથી. હિન્દુ ધર્મની ઓળખ એક વ્યક્તિથી ન હોવાને લીધે તેમાં વિવિધ પ્રકારના દર્શન છે. વિવિધ પ્રકારની ઉપાસનાઓ છે. હિન્દુ ધર્મમાં નિગુર્ણ અને સગુણ બન્ને પ્રકારની ઉપાસના છે. આર્યોના ધર્મ છે અને આર્યો એ સનાતન મૂલ્યો બતાવ્યા છે.
સનાતન મૂલ્યો
સનાતન મૂલ્યો દસ પ્રકારના બતાવ્યા છે. જેમાં હિન્દુ ધર્મનો નિચોડ આવી જાય છે. ૧. મુશ્કેલી વખતે ધીરજ રાખવી
૨.
અપરાધને ક્ષમા આપવી.
૩. મનને દુષ્કૃર્યો કરતાં રોકવું.
૪. ચોરી કદીય ન કરવી.
૫. આંતરિક અને બ્રાહ્ય સ્વચ્છતા રાખવી.
૬. ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી
૭.
મતિ સારી રાખવી
૮.
વિદ્યાઅભ્યાસ કરવો
૯. સત્યનું પાલન
૧૦. અક્રોધ અપનાવવો.
પ્રકરણ
૪૦૫
૪
૧. મુશ્કેલી વખતે ધીરજ રાખવી –
સુખી થવાની આ કિંમતી ચાવી છે. સુખમાં તો સહુ ધીરજ રાખે પરંતુ દુ:ખમાં ધીરજ રાખે તે જ મહત્વનું છે. સાચી કસોટી જ એમાં છે અને એને જ વીર કહેવામાં આવે છે. કુંતાજીએ ભગવાન પાસે દુ:ખ જ માંગ્યું હતું કારણકે અત્યારે ધીરજ રાખવાની ક્ષમતા છે. સહન કરવાની શક્તિ છે અને સમજ પણ છે માટે અત્યારે જ બધા કર્મો ભોગવાઈ જાય. મહાપુરુષોના જીવનમાં જોઈશું તો એમના ધૈર્યના જ દર્શન થશે. એમની ધીરતા અને વીરતા જ જોવા મળશે.