________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
બાળક માની ગયો. બેને પુછ્યું આટલી નાનકડી વાત હતી તો અઠવાડિયા પછી શા માટે કહ્યું? ત્યારે મહાત્માજીએ કહ્યું પહેલા મેં એનો ત્યાગ કર્યો છે અને પછી જ છોડવાની વાત કરી છે. આચરણની શુદ્ધિ હશે તો બાહ્ય સ્વચ્છતા આવી જ છે. ૬. અંતરની સ્વચ્છતા – આચરણની શુદ્ધિ આવશે એટલે અંતરની સ્વચ્છતા આવશે. કારણકે આચરણની શુદ્ધિ સાથે વિચારની શુદ્ધિ થાય છે. વિચારની શુદ્ધિ થવાથી અંતરમાં રહેલા કષાયો, વિષયોરૂપી કચરાઓ સાફ થઈ જશે અને અંતર સ્વચ્છ થઈ જશે. અંતરને વધુ સ્વચ્છ બનાવવા માટે તારૂપી સાબુ અને સંયમરૂપી પાણી જોઈશે. જેમ જેમ એનો ઉપયોગ કરવામાં આવશે તેમ તેમ અંતર શુદ્ધ, પવિત્ર, નિર્મળ, નિખાલસ બનતુ જશે.
બાહ્ય તથા આંતરની સ્વચ્છતા ત્યારે જ થાય કે જ્યારે મન, વચન અને કાયાની એકરૂપતા સધાય. એ માટે નીતિશતકકારોએ પણ કહ્યું છે કે
मनस्येकं वचस्येकं कायस्येकं महात्मनम् । मनसन्यद वचसन्यद वायसन्यद दुरात्मनम् ॥
મન, વચન અને કાયા જેના એક રૂપ થઈ ગયા છે તે તે સજ્જન પુરુષ છે. એટલે કે અંતર અને બહારની સ્વચ્છતા થઈ ગઈ છે તથા જેમાં મન, વચન અને કાયની એકરૂપતા નથી તે દુર્જન છે. એમની અંતર તથા બાહ્યની એકતા ક્યારેય પણ સંધાતી નથી. આમ આચાર તથા વિચાર ની શુદ્ધિ થતા અંતર તથા બાહ્ય જરૂર સ્વચ્છ બની જશે. ૭. ઇન્દ્રિયોને કાબુમાં રાખવી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય બતાવી છે. તેના ઉપર સંય રાખવો. જેના દ્વારા આપણને જીવન વ્યવહારનું જ્ઞાન થાય સારા, નરસાનો વિવેક કરી શકીએ તે જ્ઞાનેન્દ્રિય. જે આપણી પાસે કામ કરાવે, જીવન વ્યવહારના કાર્યમાં સહાયક થાય તે કર્મેન્દ્રિય. રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્મેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. જે વ્યવહારિક જ્ઞાન કરાવે છે.
આંખ, કાન, જીભ, નાક, ત્વચા આ કર્મેન્દ્રિય છે. જે શરીરમાં રહેલી અશુદ્ધિને પણ દૂર કરે છે અને સામાન્ય જીવન જરૂરિયાતનું જે કાર્ય છે તે પણ કરે છે. આ ઇન્દ્રિયો કાબૂ બહાર જાય તો ધનોતપનોત કરી નાખે છે અને કાબુમાં રહી તો અણુમાંથી વિરાટ બનાવી દે છે માટે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી.