________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
કહેવત પણ છે કે “ધીરજનાં ફળ મીઠાં” જો ધીરજ રાખવામાં આવશે તો જરૂર પરિણામ આવશે. ઉતાવળે આંબા ક્યારેય પણ પાકતા નથી.
ભગવાનને પણ આજ પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ ! જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે હું ધીરજ રાખું એવી મને શક્તિ આપજે. ૨. અપરાધીને ક્ષમા આપવી –
જીવન માટે ખૂબ જ મહત્વનું આ સૂત્ર છે. આપણામાં એવી મિથ્યા સમજ ઘર કરી ગઈ છે કે જે આપણે આપરાધ કરે તેને આપણે દોષિત ગણીએ છીએ અને તેને માર મારીને ગુસ્સો કરીને, અપશબ્દો બોલીને, ઝઘડો કરીને આપણે તેને નવાજીએ છીએ પરંતુ જ્ઞાની પુરુષો તો કહી રહ્યા છે કે અપરાધી તો નિમિત્ત માત્ર છે. અપરાધી તો નિર્દોષ છે. આપણી અમસમજના કારણે આપણે અપરાધીને દંડ આપીએ છીએ. અપરાધીને દોષ નથી દોષ તો આપણો જ છે. આપણે પૂર્વ જનમમાં એનો અપરાધ કર્યો હતો તેનું ફળ અત્યારે આપણને મળ્યું છે માટે અપરાધીને નિર્દોષ ગણી એને ક્ષમા આપવાની છે. જેના કારણે કષાયો ન થાય. વેરબંધ ન થાય. આજે અપરાધીને દોષિત ગણીને વેરબંધના કારણે કેટલાય વર્ષોના અબોલા જોવા મળે છે. પરીવારમાં ખૂબ જ ખરાબી તથા અંજપો જોવા મળે છે.
ગુનેગાર તો અપરાધી છે. અપરાધી તો નિમિત્ત માત્ર છે. આમ અપરાધીને ક્ષમા આપી વેરનું વિસર્જન કરીએ અને સ્નેહનું સર્જન કરીએ. આ જીવનના ચોપડાને નિર્મળ અને પવિત્ર બનાવીએ. ૩. મનને દુષ્કૃત્યો કરતાં રોકવું –
મનુષ્યને જીવનમાં ખૂબ જ કિંમતી વસ્તુ મળી છે અને એ છે મને. મનના બે પ્રકાર છે. સુમન અને કુમન.
સુમન જેમાંથી સારા વિચારોનો પ્રવાહ નીકળે છે. જે આપણે સારી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે. બીજા પ્રત્યે સારા વિચારો કરાવે છે. જયાં ઇર્ષા, અદેખાઈ, બુરાઈ, લુચ્ચાઈ વિગેરે જરા પણ નથી. ખરાબ કામો કરતા આપણે એક વખત તો જાગૃત કરે જ છે અને પ્રેરણા આપવાનું કામ કરે છે.
કુમન એ ખરાબ વિચારોની દેન છે. ખરાબ કર્મોની પ્રેરણા કરે છે. જે દુર્ગુણ સિવાય બીજુ કાંઈ જ દેખાતું નથી. હિંસા, અસત્ય, ચોરી, વિગેરે કરવું ખૂબ જ ગમે છે. આવા કુમનથી છૂટવા માટે સુમનનો સાથ લેવો જરૂરી છે. સુમનને પ્રોત્સાહિત કરવા સત્સંગ, સદ્વાંચન, સત્યવૃત્તિ કરવી જરૂરી છે. સુમનનું જોર જેટલું વધશે તેટલું મન બૂરાં કામ કરતુ અટકી જશે.
(૪૦)