________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
મન બૂરાં કામ કરવા તૈયાર થાય છે તો પહેલા એને આત્માને થતા ભયંકર નુકશાનની સમજણ આપો. જેમાં લાભ બિલકુલ નહી માત્ર ખોટ જ છે. નરક અને પશુજીવનના જાલીમ દુઃખોનો વિચાર કરવો, મનુષ્ય જીવનમાં પણ, મંદબુદ્ધિ, ખોડખાપણ વિગેરે જોવા મળે છે. તે પૂર્વ ભવે કરેલા બૂરા કર્મોનું ફળ છે. આમ સમ્યફ રીતે વિચાર કરવામાં આવશે તો મન બૂરાં કામોથી અટકી જશે. ૪. ચોરી કદીય ન કરવી –
લઈ લેવાની ભાવનાને કૂઠારઘાત કરતુ આ સુંદર સૂત્ર છે. મફતમાં લઈ લેવાની ભાવના જાગે છે ત્યારે વર્તમાન લાભને ન જોતા ભવિષ્યના નુકશાનને જોવાનું છે. થોડા સમયના સુખ કરતા વધારે સમયના દુઃખને ઓળખવાની જરૂર છે.આ પતનના માર્ગ છે. વર્તમાન જીવનને પણ બગાડે છે અને ભવિષ્યના જીવનને પણ બગાડે છે. દુ-ખની પરંપરા ઉભી કરે છે. કારણકે માત્ર ચોરી જ નથી થતી પણ એની સાથે બીજા પણ પાપોનું સેવન થઈ જાય છે. ચોરી પકડાઈ જવાના બીકથી હિંસા કરવી પડે છે. જૂઠું હોલવું પડે છે. આવા અનેક પાપોનું સેવન થઈ જાય છે.
ચોરી એ કાદવ સમાન છે. જેમ કાદવ પાસે ઉભા રહીએ બન્ને પગનું થોડુ વજન આપો કાદવમા ઉતરતા પગને સારું લાગશે પછી એક પગને કાઢવા જશો તો બીજો ખૂંપી જશે. એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે. બસ એવી જ રીતે ચોરી રૂપી દુર્ગુણ છે. એક વખતે કરશો એટલે મફતમાં મળતું સારું લાગશે. થોડા દિવસ થશે ને બીજી વખત કરવાનું મન થશે. પછી ત્રીજી વખત બસ પછી તો આ સીલસીલો શરૂ થઈ જશે અને ચોરી કરતા જ રહેશું. આમ આ નુકશાનનો જાણીને ચોરી ન કરીએ. ચોરી કરનારને શાબાશી પણ ન આપીએ તેવા જીવનનું ઘડતર કરીએ. ૫. અંતરની અને બાહ્યની સ્વચ્છતા રાખવી –
માણસની ઓળખાણ કરાવતુ આ મુલ્ય ખૂબ જ સુંદર સંદેશો આપે છે.
બાહ્ય સ્વચ્છતા – બાહ્ય સ્વચ્છતા એટલે સ્નાન કરવું. ધોએલા કપડા પહેરવા એટલે બાહ્ય સ્વચ્છતા આવી જશે ? આ તો સામાન્ય સ્વચ્છતા છે. બાહ્ય સ્વચ્છતાનો આવો જ અર્થ કરવામાં આવે છે, પરંતુ આમ કરતા પણ વધુ મહત્વ છે. બાહ્ય આચરણની સ્વચ્છતાનું. બાહ્ય આચારશુદ્ધિ હશે તો બાહ્ય સ્વચ્છતા આપોઆપ આવી જશે, માત્ર સ્નાન કરવાથી સ્વચ્છતા નથી આવી જતી તો તળાવમાં, નદીમાં, દરીયામાં રહેલા માછલાઓ, કાચબાઓ અને એ સિવાયના બીજા પણ જીવજંતુઓ સ્વચ્છ બની જશે પણ ના... બાહ્ય સ્વચ્છતા માટે બાહ્ય આચરણની શુદ્ધિ જોશે. આપણું નાનું પણ આચરણ શુદ્ધ જોઈશે. મહાત્મા ગાંધીજી પાસે એક બહેન પુત્રને લઈ આવ્યા અને ગોળ ખાવાની ફરીયાદ કરી ત્યારે મહાત્માજીએ અઠવાડિયા પછી આવવાનું કહ્યું. મહાત્માજીએ બાળકને સમજાવ્યો અને
-૪૦)