________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
|
|
|
|
|
-
|
|
|
|
સમ્યફ દર્શન-સાચુ દર્શન, સમ્યફ દેવ-ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા રાખવી. સમ્યફ જ્ઞાન જે વિજ્ઞાનને પ્રાપ્ત કરાવે છે માટે એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. સમ્યફ ચારિત્ર એટલે સદાચારનું આચરણ કરવું. મન, વચન અને કાયાને શુદ્ધ પવિત્ર રાખવા. બધા જ પ્રાણીઓ પ્રત્યે મિત્રતા અને પ્રેમભાવ રાખવા. દરેકના અપરાધોને ક્ષમા આપવી. કોઈપણ સાથે વેર, વિરોધ ન રાખવો. દરેક સાથે વિનયપૂર્વક વતવું. દરેકની સેવા કરવી. દીન અને દુઃખી લોકો પ્રત્યે દયાભાવ રાખવા. વિરોધીઓ કે દુશ્મનો પ્રત્યે પણ સમતાભાવ રાખો. તટસ્થભાવ રાખવા. મેં કર્મો બાંધ્યા છે અને મારે કર્મો ભોગવવાના છે એને સતત યાદ રાખવું. સર્વજીવો સાથે ક્ષમાપના કરવી. સવાર તથા સાંજે પોતાનાથી થયેલા દોષોને યાદ કરવા. અને ભૂલની માફી માંગવી. માતા-પિતાની સેવા કરવી. દરેકને અભયદાન આપવું. દરેકને સુખ ગમે છે. દુઃખ કોઈને પણ ગમતું નથી માટે દરેકને સુખ આપવું.
|
|
|
|
|
|
| |
-
૦૪