________________
તપશ્ચર્યા
પ્રકરણ ૪
એક ખાડો તૃષ્ણાનો બતાવ્યો છે. પરિગ્રહના પાપમાં પડીને જીવ અનેક પ્રકારના દૂરાચારને સેવી રહ્યો છે. પરિગ્રહને મહત્વ આપીને પરમાત્માને પણ ગૌણ કરી દીધા. પરિગ્રહ જ સર્વસ્વ છે. એમ માની લીધું પરંતુ આ પરિગ્રહ ક્યારેય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે
वित्तेण त्याणं न लभे पमत्ते । (ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૩)
-
પ્રમાદી પુરુષને ધન રક્ષણરૂપ થઈ શકતું નથી. ધન કોઈને પણ મોતમાંથી બચાવી શકતુ નથી તે દુઃખોનું સર્જન કરે છે.
પરિગ્રહની વ્યતુપત્તિ શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે કરી છે. “પત્તિ પ્રહને પરિગ્રહઃ” અર્થાત્ જેને ગ્રહણ કરવામાં આવે છે જેની ઉપર કોઈ પ્રકારનું મમત્વ હોતું નથી તેવી વસ્તુને ગ્રહણ કરતા નથી તેમ જ પાસે પણ રાખતા નથી. આ રીતે જેને મમત્વભાવથી ગ્રહણ કરવામાં આવે જ પરિગ્રહ છે. પરિગ્રહના ભેદ – પરિગ્રહના બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ આંજ્યંતર પરિગ્રહ છે જેની ઉત્પત્તિ મુખ્યત્વે મનમાંથી થાય છે. બાહ્ય પરિગ્રહના બે ભેદ છે. (૧) જડ (૨) ચેતન. જેનામાં જીવ નથી નિર્જીવ છે તે જડ છે. વસ્ત્ર, સોનું, ચાંદી આદિ...જેનામાં ચૈતન્ય લક્ષણ છે તે ચેતન મનુષ્ય પશુ, પક્ષી આદિ
જડ કે ચેતન વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ તે જ પરિગ્રહ છે. શ્રી ઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કેमूर्छा परिग्रह: । તત્ત્વાર્થસૂત્ર મૂર્છા જ પરિગ્રહ છે.
આ પાંચ ઉપરાંત બીજા પણ મૂલ્યો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે. ભગવાન મહાવીર સ્વામી મૂલ્યો બતાવતા કહે છે કે...
પરિગ્રહથી આધ્યાત્મિક અને શારીરિક બન્ને રીતે નુકશાન થાય છે. (૧) સંગ્રહબુદ્ધિ જન્મે છે (૨) પદાર્થ પ્રત્યેનો રાગભાવ વધે છે. (૩) છએ કાયાના જીવોની હિંસાના ભાગીદાર બનાય છે. (૪) પરિવારમાં તિરાડ પણ પડે છે. (૫) ભવિષ્ય દુઃખમય બની જાય છે. (૬) પ્રેમ, સ્નેહ, સંપનો નાશ થાય છે. (૭) લોભવૃત્તિ વધે છે. (૮) ઉદારતાનો ગુણ પ્રાયઃ નષ્ટ થઈ જાય છે. આવા તો અનેક પ્રકારે નુકશાન થાય છે માટે પરિગ્રહ જ દુઃખનું કારણ છે એમ સમજીને એનો ત્યાગ કરવો જોઈએ.
૪૦૩