________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
આ ત્રણ બાબતો દ્વારા ભૌતિક ઉત્કર્ષ સધાય તો અવશ્ય સમાજમાં ક્રાંતિ આવશે. આધ્યાત્મિક ઉત્કર્ષ –
આધ્યાત્મિક ઉત્કર્ષ એ ચેતનાને જગાડનાર છે. શાશ્વત સુખને આપનાર છે. ભૌતિકતાની ભૂતાવળમાંથી છોડાવનાર હોય તો તે આધ્યાત્મિક છે. આધ્યાત્મિકતા દ્વારા જીવનમાં સાચી ક્રાંતિ આવે છે. જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. આ આધ્યાત્મિકસ્તરને પ્રાપ્ત કરવા આપણું ચિંતન સુનિયોજીત જોઈશે. આપણું દર્શન સમ્યક પ્રકારનું જરૂરી છે. અંતિમ તત્વનાં અંતિમ દ્રવ્યને પ્રાપ્ત કરાવનાર જરૂરી છે અને અંતિમ સત્યને પામનાર બની જશે. મૂલ્યો દ્વારા બંધન અને મુક્તિ –
મૂલ્યોને જીવનમાં અપનાવવા માટે કાંઈક છોડવું પડે છે. બંધનમાં આવવું પડે છે પરંતુ બંધન ગમતુ નથી જે સુખનું કારણ છે. એ એને બંધનનું કારણ લાગે છે. પરંતુ આ બંધન નથી મુક્તિનું કારણ છે. બંધન તો સંસારના કેટલા બધા છે કે જેનો માણસ અનેક ગુલામ બની ગયો છે. રંક બની ગયો છે અને જડ વસ્તુઓ પાસે ભીખ માંગી ભીખારીવેડા કરી રહ્યો છે.
મૂલ્યો શરૂઆતમાં બંધન લાગશે પરંતુ એ જ બંધન મૂક્તિનું કારણ બની જશે એ બાદશાહ બનાવે છે. રામ, મહારાજા પણ બનાવે છે. કર્મોથી મૂક્ત કરી જીવન મૂક્ત બનાવી દે છે માટે જ એક શાયરે પણ કહ્યું છે કે –
“ખુદકો કર બુલંદ ઇતના કિ હર તકદીર સે પહેલે ખૂદા ખુદ પૂછે બંદેસે બતા તેરી રઝા ક્યા હૈ?
આ મૂલ્યોનું આચરણ કરીને ખુદ ભગવાનને પણ પુછવાનું મન થઈ જાય કે તારી શું ભાવના છે. એવા મૂલ્યોને સમજીએ... ૪.૧ જૈન ધર્મમાં રહેલ સનાતન માનવ મુલ્યો તપના સંદર્ભે
જે “જિન”ના અનુયાયી છે તેને જૈન કહેવામાં આવે છે. જિન શબ્દ બન્યો “જિ ધાતુ પરથી “જિનો અર્થ છે જીતવું. “જિન” એટલે જીતવાવાળો જેણે પોતાના મનને જીતી લીધું છે. જેણે પોતાની વાણીને જીતી લીધી છે અને જેણે પોતાની કાયાને જીતી લીધી છે તે છે “જિન”. “જિનાને તીર્થંકર પણ ઓળખવામાં આવે છે. તીર્થ એટલે ઘાટ, કિનારો. જેમણે પોતાના ઉપદેશથી આ સંસારના અસંખ્ય જીવોને તારી દીધા. કિનારે પહોંચાડી દીધા તેવા ધર્મ ઉપદેશકને જૈનધર્મમાં તીર્થકર તરીકે