________________
તપશ્ચર્યા
તપ રૂપી મૂલ્યો બતાવ્યા છે જેને અપનાવવાથી કુદરતી સંપત્તિની જાળવણી થઈ શકશે.
મૂલ્યો દ્વારા માનવ ઉત્કર્ષ
માનવનો ઉત્કર્ષ મૂલ્યો દ્વારા જ થશે. ઉત્કર્ષ બે પ્રકારે થાય છે. ભૌતિક અને આધ્યાત્મિક. ભૌતિક ઉત્કર્ષ
જીવન છે તો ભૌતિકતાની પણ જરૂર છે. નહિતર એ તમને ગુલામ બનાવી દેશે.
ભૌતિક ઉત્કર્ષ
-
-
નૈતિક
પ્રકરણ ૪
સુવ્યક્તિ
સમાજ
આ ત્રણ બાબતો ભૌતિક ઉત્કર્ષ માટે જરૂરી છે.
(૧) નૈતિક - માનસિક સ્તર ઊંચુ જોઈશે. કારણકે માનસિક સ્તર સારુ હશે તો જ એનામાં હિંમત આવશે અને હિંમત હશે તો જ એ એકબીજાને મદદરૂપ બનશે. નીતિમત્તા પ્રામાણિકતા જોઈશે. નીતિમાં તો નીતિ રાખવાની જ છે પણ આજે તો અનીતિમાં નીતિ રાખે તો પણ ઘણું છે અને આજની એ તાતી જરૂરીયાત છે.
(૨) સુસમાજ સમાજમાં ઘડતર જરૂરી છે. તો જ એ સુસમાજ બની શકે છે. સુસમાજ માટે વિચાર અને આચાર બન્ને ઉચ્ચ કક્ષાના જોશે એટલે “Simple Living and high thinking” સાદુ જીવન અને ઉચ્ચ વિચારો જોશો પરંતુ આજે Simple Thinking and high Living વિચારો સાદા છે અને જીવનનું બાહ્ય સ્તર વધી ગયું છે ત્યારે સુસમાજની કે રામરાજયની કલ્પના કરવી મુશ્કેલ છે. જો રામરાજ્ય બનાવવુ હોય તો વિચારો અને આચારો બન્ને દ્રઢ જોઈશે તો સમાજ ઘડતર ઉચ્ચકક્ષાનું બનશે અને એના દ્વારા જ સુસમાજની સ્થાપના થશે.
૩૯૫
(૩) સુવ્યક્તિ વ્યક્તિ પણ સંસ્કારીત જોઈએ જે વ્યક્તિમાં સારા સંસ્કારો હશે એજ એનું વ્યક્તિત્વ બતાવી શકશે અને એ જ વ્યક્તિ વિકાસને સાધી શકશે. એ વ્યકિત થોડા હશે તો પણ ચાલશે. જો કે સારી વ્યક્તિ થોડી જ હોય છે. આમ પણ મોતી થોડા જ છે અને કાચના કટકા ઘણા છે. જેમકે ગાંધીજી, સરદાર, શાસ્ત્રી, નહેરુ, શિવાજી, જગડુસા જેવા થોડાક જ મળે છે પરંતુ એ લોકો દરેક માટે પ્રેરણારૂપ રહે છે. દરેક ઉપર છવાઈ જાય છે અને આવી વ્યક્તિઓ જ સુવ્યક્તિનું નિર્માણ કરે છે.