________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
એ સિવાય બીજા પણ દર્શનોમાં સંતો, મહંતો, સન્યાસીઓ વિગેરે બતાવ્યા છે. આમ સમાજ માટે પણ મૂલ્યો ઉપયોગી છે. દેશ માટે જરૂરી –
દેશના ઘડતર માટે પણ જરૂરી છે કારણકે દેશ એક મહાન સંપત્તિ છે. દેશ એક ઉત્તમ વસ્તુ છે. મૂલ્યોથી જ દેશની શોભા વધે છે. જે દેશમાં મૂલ્યો છે ત્યાં અખંડીતતા જોવા મળશે. એ દેશમાં અરાજકતા જોવા નહિ મળે. દેશનો વિકાસ ઝડપથી થાય છે. વિશ્વાસનીયતમાં વધારો થાય છે. દેશમાં મૂલ્યો હશે તો ગામડામાં પણ મૂલ્યો જોવા મળશે. જે દેશમાં મૂલ્યો હશે એ દેશ સુખી હશે,
ત્યાં સંપ અને ભાઈચારો જોવા મળશે. ત્યાં દુષ્કાળ કે અરાજકતા કે કુદરતી નુકશાન જોવા નહિ મળે. શિયાળો-ગરમી અને વર્ષાઋતુ સમયે સમયે આવી જશે. આમ દેશ માટે પણ મૂલ્યો જરૂરી છે. આંતરાષ્ટ્રીય બંધુત્વની ભાવના –
મૂલ્યોના કારણે દરેક દેશો વચ્ચે બંધુત્વની ભાવના જાગે છે. દરેક દેશો પ્રગતિ કરે એ જરૂરી છે. પણ સ્પર્ધા કરે અને એકબીજાને નીચા પાડવાનું કરે એ જરૂરી નથી માટે જ મૂલ્યો પ્રગતિ કરાવે છે. પતન નહિ આજે મૂલ્યોના અભાવે પ્રતિસ્પર્ધા અને પ્રતિસ્પર્ધિ વધતા જાય છે. ભયના ઓજાર હેઠળ જીવી રહ્યા છે. ક્યારે શું થશે એની પણ ખબર નથી. પહેલા સાધનો ઓછા હતા અને લોકો શાંતિથી રહેતા હતા કારણકે એમની પાસે મૂલ્યો હતા. આજે સાધનો વધ્યા છે પણ શાંતિથી રહી શકતા નથી કારણકે એમની પાસે મૂલ્યો ઘટતા જાય છે.
ભગવાન મહાવીરસ્વામીએ પણ આ બંધુત્વની ભાવના જગાડવા માટે અનેકાન્તવાદની વાત કરી છે જ્યાં એકાન્તવાદ છે ત્યાં સ્વાર્થ છે અને જ્યાં સાદૂવાદ છે ત્યાં પરમાર્થ છે. અનેકાન્તવાદ એટલે સહુ પોતાની રીતે સાચા છે. દરેક એંગલથી જોવામાં આવતો શુભ ભાવનામાં વધારો થાય છે અને એક જ એંગલથી જોવામાં આવે તો અશુભ ભાવમાં વધારો થાય છે.
ભગવાન મહાવીરે “અપરિગ્રહ'ની વાત કરી છે. આ સિદ્ધાન્ત જો આખું વિશ્વ સ્વીકારી લે તો ત્રીજા યુદ્ધની જરૂર નથી. આજે મોટાઓ પરિગ્રહ વૃદ્ધિમાં પડી ગયા છે ત્યારે નાનાઓને પણ ખેચાવુ પડે છે. જો પરિગ્રહની મર્યાદા કરવામાં આવે તો સંતોષરૂપી ગુણોની પ્રાપ્તિ થાય છે. પરિગ્રહમાં પડીને આજે શસ્ત્રોની દોટ વધી ગઈ છે. સાધના-સગવડતાઓ વધતી જાય છે અને માસણ એનો ગુલામ બનતો જાય છે. આ ગુલામીમાંથી મુક્ત થવું હોય તો “અપરિગ્રહ રૂપ મૂલ્યોનો સ્વીકાર કરવો જ પડશે.
૩૯૩