________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
ધનનો વિકાસ – મૂલ્યો દ્વારા ધનનો વિકાસ પણ સુંદર થાય છે. મૂલ્યોના કારણે આસુરી સંપત્તિનો હ્રાસ થાય છે અને દૈવિ સંપત્તિનો વિકાસ થાય છે. દૈવિસંપત્તિના કારણે વિચારોમાં પરિવર્તન આવે છે. વિચારોની શુદ્ધિ થાય છે. અતૃપ્ત વાસનાઓ દૂર થતા તૃપ્ત બની જાય છે અને એ તૃપ્તના કારણે શાન્તિ-સમાધિ અને આનંદનો અનુભવ થાય છે. આ મૂલ્યોના આચરણથી શરૂઆતમાં થોડો સમય તકલીફ પડશે. કસોટી થશે પરંતુ આગળ જતા બધા જ માર્ગો ખુલ્લા થઈ જશે. મૂલ્યોને જાળવીને પ્રાપ્ત થયેલું ધન નીતિ, પ્રમાણિકતામાં વધારો કરે છે. માટે મૂલ્યો દ્વારા ધનનો વિકાસ પણ થાય છે.
જીવન જીવવા માટે જરૂરી – જીવન મળ્યું છે અને જો જીવી જાણવું હોય તો મૂલ્યોને અપનાવા જ પડશે. જેમ રહેવા માટે ઘર જરૂરી છે, જીવવા માટે ભોજન જરૂરી છે, શ્વાસ લેવા માટે પ્રાણવાયુ જરૂરી છે. ગ્રાહકો માટે દુકાનમાં માલ હોવો જરૂરી છે. તેમ જીવનમાં મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. મૂલ્યોને જીવનમાં સ્થાન મળતા જીવનમાં પરિવર્તન આવશે. જીવનમાં રહેલો કચરો ધીમે ધીમે દૂર થતો જશે અને જીવન જીવવા જેવું લાગશે. જીવનની કિંમત શું છે? કેટલું કિંમતી છે. એનો પણ ખ્યાલ આવી જશે. અનાદિકાળના સંસ્કારોના કારણે જે ઘરેડમાં જીવન જીવતા હતા એમાંથી બહાર નીકળી જવાસે અને એક અલગ જ જીવનનો આનંદ મળશે. જેમ તળાવમાં રહેલા પાણી ઉપર સેવાળ એકબીજાથી છૂટી પડી બરાબર એ જ સમયે એ કાંચબો ઉપર આવ્યો અને જ્યારે એણે બહારની દૂનિયા જોઈ એ અચંબામાં પડી ગયો. બસ આવી જ રીતે આપણી આસપાસ પણ કુસંસ્કારરૂપી સેવાળ જામેલી છે અને મૂલ્યો દ્વારા દૂર કરવામાં આવશે ત્યારે આપણને પણ આપણા સ્વરૂપનો ખ્યાલ આવશે. આપણી જાહોજલાલીનો પણ ખ્યાલ આવશે માટે જ મૂલ્યોથી જીવનમાં નવસંચાર થાય છે અને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. આમ મૂલ્યો જીવન માટે પણ જરૂરી છે. એકબીજા માટે જરૂરી –
એકબીજાનાં જીવનમાં સેતુરૂપ બનવા માટે પણ મૂલ્યો જરૂરી છે. મૂલ્યો એકબીજાને નજીક લાવે છે. ભાઈચારો વધારે છે. પરસ્પર લાગણી અને પ્રેમને જન્માવે છે. જૈનદર્શનમાં પણ તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજીએ આ જ વાતને પુષ્ટી આપી છે કે ..
“પરસ્પરોપગ્રહોનીવાનાં” | I 1 I (તત્ત્વાર્થ સૂત્ર)
દરેક જીવો એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજા સાથે સંકળાયા એમા જ સમાજની રચના થઈ. એકબીજા નજીક આવ્યા. સંઘર્ષો દૂર થયા, સ્વાર્થ વૃત્તિમાં ફેરફાર થયા. એકબીજામાં વિશ્વાસના અંકુર ફૂટ્યા જે આગળ જતા મિત્રાચારીમાં કે સંબંધોમાં પરિણમે છે. મોટા જીવો, નાના જીવોની પાછળ અને નાના જીવો એમાંથી નાના જીવો. આમ ચક્ર ફર્યા જ કરે છે.