________________
તપશ્ચર્યા
તે તે ધર્મનું સ્વરૂપ બંધાયું જેનાથી માનવ જીવના મૂલ્યોની પ્રાપ્તિ થઈ અને આ મૂલ્યો દ્વારા અમૂલ્ય એવા જીવનને જીવવાનો આનંદ પ્રાપ્ત થયો.
પ્રકરણ *
મૂલ્યો અમૂલ્યો શા માટે ?
આ સંસારમાં એવી ઘણી વસ્તુઓ રહેલી છે કે જેનું ક્યારેય પણ મુલ્ય થતું જ નથી. આ મુલ્યો જીવન જીવવા માટેનો માર્ગ બતાવે છે. આ મુલ્યોથી સારુ કે નરસાના ભેદનો ખ્યાલ આવે છે. એટલે કે વિવેકબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જેની પાસે વિવેક છે એ જ મુલ્યોમય જીવન જીવી શકે છે અને જેની પાસે વિવેક નથી એ મૂલ્યોમય જીવન જીવી શકતા નથી માટે જ નીતિશતકકારોએ પણ કહ્યું છે કે....
आहार निद्रा भय मैथुनं च सामान्य मेतद पशु भी नराणां । I 1
धर्मो हितेषां अधिको विशेषो धर्मेण हिता पशुभी समाना ॥
આહાર, નિદ્રા, ભય વિગેરે તો માણસમાં પણ છે અને પશુમાં પણ છે પરંતુ માણસને મહાન કહેવામાં આવ્યો છે એટલા માટે જ કે એની પાસે ધર્મ છે, વિવેક છે, વિચારવાની શક્તિ છે, જે વિવેકઆદિનો ઉપયોગ નથી કરતા તે માનવના રૂપમાં પણ પશુ જ છે તો મુલ્યો એ માનવ અને પશુની ભેદરેખાને બતાવે છે. આકૃતિથી માણસ બની ગયા પણ પ્રકૃતિ તો જનાવરની છે. પશુના સંસ્કારની છે. પાશવીક સંસ્કારોને બદલવાનું કામ અને જીવનમાં આમુલ પરિવર્તન કરવાનું કામ આ મુલ્યો જ કરે છે માટે મુલ્યો દ્વારા સારા-નરસા વિવેકરૂપી ભેદનો ખ્યાલ આવે છે માટે મુલ્યો તો અમુલ્યો જ છે.
વ્યક્તિગત જીવન મુલ્યો
પ્રત્યેક વ્યક્તિ માટે મુલ્યો જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિ મુલ્યોનું જીવન આચરણ કરે અને બીજો ન કરે તો એ ન ચાલે. જેમ જે ભોજન કરે એનું જ પેટ ભરાય પરંતુ જે ભોજન ન કરે એનું પેટ ભરાતુ નથી. અમુક વસ્તુ સમૂહમાં શીખવા મળે છે અને અમુક વ્યક્તિગત રીતે શીખવા મળે છે. અને એ માટે મુલ્યોનું સંશોધન કરવું જરૂરી છે. નીતિશતકકારો પણ કહે છે કે
प्रत्य हं प्रत्यवेक्षेत नरश्वारित्र मात्मनः । 121
किंनुमें पशुभिस्तुलयं किनुं सत्पुरुषेरिवः ॥
દ૨૨ોજ તપાસવાનું છે કે મારુ જીવન કેવું છે ? માનવને શોભે તેવું છે કે પશુને શોભે તેવું 1. પ્રાર્થના મંદિર
2. પ્રાર્થના મંદિર
૩૮૯.