________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૪
કરતા હતા. આવી રીતે વસતા મનુષ્યોમાંથી એક મનુષ્યને એક સુંદર વિચાર આવ્યો કે આમ ડરી ડરીને ક્યાં સુધી જીવીશું જો આપણે સમૂહમાં નીચે ઉતરીએ અને સાથે રહીને પશુઓનો સામનો કરીએ તો બીજા ઘણા લાભ આપણને મળે. ઘણા વૃક્ષવાસી મનુષ્યોને આ મનુષ્યના વિચાર ઉપર ભરોસો ન બેઠો અને તેઓએ આ મનુષ્યને એકલા નીચે ઉતારી પશુનો સામનો કરવાનો પડકાર ફેંકયો. વૃક્ષની એક જાડી ડાળી તોડી આ મનુષ્ય ખરેખર નીચે ઊતર્યો અને એ જાડી ડાળીની લાકડી બનાવી પાસે આવતાં પશુઓનો તેણે પોતાના બાવડાંના બળે હાંકી કાઢ્યા. વૃક્ષવાસી મનુષ્યો તો જોઈ જ રહ્યા અને દંગ થઈ ગયા. બધાએ એક બીજા સામે જોયું અને પછી બધા હુકુડુડુ કરતાં નીચે ઊતરી અને બધાએ સમૂહમાં પશુઓનો સામનો કર્યો અને પશુઓને ભાગી જતાં જોઈ હર્ષની ચિચિયારીઓ પાડી. સૌથી પહેલો જે માનવ નીચે ઉતર્યો હતો તે અનાયાસે બની ગયો નાયક અને પાછળ ઉતરી આવેલા મનુષ્યોનો બની ગયો પહેલો સમાજ. પણ એ મૂળભૂત જરૂરીયાત હતી તેથી તે બધા નદી કિનારે આવ્યા ને ત્યાં જ વસવાટ ઉભો કર્યો.
આદિમાનવ જ્યાં સુધી વૃક્ષ પર રહેતા હતા ત્યાં સુધી તે ચારપગા હતા. પરંતુ જમીન પર ઊતર્યા પછી તેણે બે પગ પર ઉભા રહી આજુબાજુના જગતને જોવા માંડ્યું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના કહેવા પ્રમાણે આદિમાનવે જે કાંઈ ઉપલબ્ધિઓ મેળવી તેમાં સૌથી અગત્યની ઉપલબ્ધિ બે પગ ઉપર ઉભા રહીને ડોકને ચારેબાજુ ફેરવીને જગતને જોવાની હતી. આ ઉપલબ્ધિએ તેને વિશાળતા બક્ષી અને તે આશ્ચર્યચકિત થઈ ગયો.
૩૮૮
જૈનદર્શનમાં આદિમાનવને યુગલિક કહેવામાં આવે છે. આ યુગલીયાઓ કલ્પવૃક્ષના આધારે જીવન જીવતા હતા, પરંતુ પુણ્યનો હ્રાસ થતો ગયો અને કલ્પવૃક્ષ પાસેથી જીવન જરૂરીયાતની વસ્તુ મળવાની બંધ થઈ એટલે સહુ વિમાસણમાં પડી ગયા કે હવે જીવન કેવી રીતે જીવશુ ? ત્યારે જૈનધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) થયા તેમણે પુરુષોની ૭૨ કળા અને સ્ત્રીઓની ૬૪ કળા બતાવી જેનાથી માણસ જીવન જીવવાની રીત અને રસમ શીખ્યો. આમ જીવનની પ્રગતિ કરતા આજે માનવ પહોંચી ગયો.
જન્મ-રોગ-જરા અને મૃત્યુ એમ ચારેય વાત આદિમાનવ જ નહી પરંતુ આજના મનુષ્યને પણ અકળ લાગે છે. પોતે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે. મને જ કેમ રોગ થયો અને બીજાને કેમ નહી ? મૃત્યુ પછી શું ? ચિર યૌવન કેમ નહીં ? વૃદ્ધાવસ્થા કેમ ? આવા અનેક સવાલો આદિમાનવને થયા અને તેનો જવાબ તેણે શોધી કાઢ્યો અને એને ધર્મના સ્વરૂપનો આકાર આપ્યો. મનુષ્યોએ આચરવાનો ધર્મ, મનુષ્યોએ કરવાનાં કર્તવ્ય, બીજાઓ કરતાં વધુ જ્ઞાની માનવોએ બતાવ્યા અને જે જે મનુષ્યોને જે જે જ્ઞાની માનવોની વાત સાચી લાગી તે તે તેમને અનુસર્યા અને તે રીતે