________________
તપશ્ચર્યા
પ્રકરણ
જૈનધર્મ તથા જૈનેતર ધર્મમાં રહેલા સનાતન માનવ મુલ્યો
અને આધ્યાત્મ તત્ત્વો તપના સંદર્ભે
-
પ્રકરણ
૪
-
૪
માનવ મુલ્યો એટલે શું ?
જે દાનવમાંથી માનવ અને માનવમાંથી મહામાનવ બનાવે, જે વામનમાંથી વિરાટ બનાવે. જે પામરમાંથી પરમાત્મા બનાવે, જીવન જીવવાની કળા શીખવાડે, જેના દ્વારા જીવન જીવવાની માસ્ટર કી (Master Key) પ્રાપ્ત થાય, જે પતનમાંથી ઉત્થાન કરાવી દે. જે તળેટીથી શિખર સુધી પહોંચાડી દે. જીવન જીવવાનો અમુલ્ય આનંદ પ્રાપ્ત કરાવી દે. જે તરસમાંથી તૃપ્ત બનાવી દે. જીવનમાં જામેલી ખારાશને દૂર કરી, જીવનને મીઠાસમય બનાવી દે. જીવનમાં વ્યાપી ગયેલી હતાશા, નિરાશા, બોધરેશન, તણાવ. આ બધાને દૂર કરી આશા, ઉત્સાહ, તરવરાટ, થનગનાટ વિગેરે જો કોઈ આપનાર હોય તો તે છે માનવ મુલ્યો...
૩૮૭
માનવ એ હીરો છે જ્યારે મુલ્યો એ શિલ્પીકાર છે જેમ શિલ્પીના હાથમાં હીરો આવી જાય છે ત્યારે એ પાસા પાડીને વ્યવસ્થિત બનાવી દે છે એમા જામી ગયેલી ધૂળની રજકણોને પણ દૂર કરી દે છે. બસ એવી જ રીતે માનવરૂપી હીરો મુલ્યોરૂપી શિલ્પી ઘાટ ઘડે છે અને માનવમાંથી મહામાનવ બનાવી દે છે.
માનવ એ વિદ્યાર્થી છે અને મુલ્યો એ શિક્ષક છે. જેમ શિક્ષક વિદ્યાર્થીને વિદ્યાઅધ્યયન કરાવીને એના જીવનનું ઘડતર અને ચણત્તર બન્ને કરે છે તેમ માનવરૂપી વિદ્યાર્થીનું શિક્ષકરૂપી મૂલ્યો. એટલે કે મુલ્યો દ્વારા માનવનું પણ ઘડતર અને ચણતર બન્ને કરે છે.
માનવ એ શિષ્ય છે અને મુલ્યો એ ગુરુ છે. જેમ ગુરુના હાથ નીચે શિષ્ય ઘડાઈ જાય છે. માતા-પિતા તો જન્મ આપે છે પરંતુ શિષ્ય તો આખુ જીવન પરિવર્તન કરી દે છે તેમ ગુરુરૂપી મુલ્યો પણ શિષ્યરૂપી માનવના જીવનમાં અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવી દે છે.
મુલ્યો ખૂબ જ અમુલ્ય છે કારણ કે મુલ્યો ત્રિકાળી છે. ત્રણે કાળમાં જોવા મળે છે. આની નાસ્તિ ક્યારેય પણ જોવા નહી મળે. આ મુલ્યો સનાતન છે. દરેક ધર્મના દર્શનકારોએ આનો સ્વીકાર કર્યો છે કારણ કે મુલ્યોની ગેરહાજરીમાં આદિ માનવ કેવા હતા એ ઇતિહાસ તરફ નજર કરીશું ત્યારે ખ્યાલ આવશે કે ઉત્ક્રાંતિના પ્રથમ ચરણમાં આદિ માનવનો શરૂઆતનો ડર જંગલી પશુઓનો હતો. આથી તેઓ વૃક્ષ ઉપર જ રહેતા અને ફળફળાદિ તથા વૃક્ષોનાં પાંદડાંઓ ખાઈ જીવનિર્વાહ