________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
હારમોન્યમ્, એકતારા ખંજરી કરતાલ ઘૂઘરી અને સમય જેવા લોકભોગ્ય વ્યાખ્યાનો ઉપયોગ કરતા હોય છે. આ સંપ્રદાયના મહાન બાઉલ કવિ લાલન શાહનો જન્મ ૧૭૭૪ની બંગાળ દેશના હોશીયારપુર ગામમાં થયો હતો. - કવિશ્વર રવિન્દ્રનાથ ટાગોર પણ લાલન શાહના ભરપેટ વખાણ કર્યા છે. કવિ લાલન કહેતા હતા કે મનુષ્ય આપણી અંદર જ રહેલો છે. આ એ મનુષ્ય છે. એસે સે The man is મનુષ્ય એ આપણી અંદર જ રહેલો છે. બાઉલ સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન મુખ્યત્વે હિન્દુ અને ઇસ્લામ ધર્મના તત્ત્વચિંતનનું મિક્ષ સ્વરૂપ છે. આ ઉપરાંત બાઉલ ઉપર બોદ્ધધર્મની પણ ગહેરી અસર જોના મળે છે. બાઉલ સંપ્રદાય બુદ્ધ ભગવાનનો મધ્યમ માર્ગ અપનાવે છે. તેથી તેમના વિધિ, વિધાનો સમાજમાં ખૂબ જ સાદા અને સરળ હોય છે. તેઓ લોકભોગ્ય ભાષામાં પોતાનો સંદેશો આપતા હોય છે. બાઉલ સંપ્રદાય સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ મળતો નથી. બાઉલ મુખ્યત્વે ચાર ચાંદને અભ્યાસ માનીને તેના તત્ત્વદર્શનની ચિંતા કરે છે. આ ચાર ચાંદ એ શરીરના ચતુર્દશ સાથે તાદામ્ય ધરાવે છે. આ ઉપરાંત તેઓ નવ દ્વારની વાત કરે છે. અને નવ દ્વારની સાથે નવગ્રહની માણસોના જીવન પર અસર કેવી રીતે થાય છે અને તેને આધ્યાત્મિક જીવન સાથે વણી લેવું તે બાઉલ સંતોનો લોક સંગીતનો મુખ્ય સુર છે.