________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
પરમાત્મામાં વિશ્વાસ મૂકવો તેને તૌહિદ કહે છે. બીજી રીતે કહીએ તો તૌહિદ એટલે એકેશ્વરવાદ. માત્ર ને માત્ર અલ્લાહ એક જ ઈશ્વર છે અને તેના સિવાય કોઈ પણ સર્જન, પાલનહાર કે સંહારક કોઈપણ છે નહિ. તેના સિવાય કોઈની પણ બંદજી કરવી તેનો અર્થ તૌહિદમાં અવિશ્વાસ મુકવા બરાબર છે. ઇસ્લામ ધર્મના ઉદય સમયે અનેક દેવી દેવતાઓની પૂજા થતી હતી. દરેક ફળને પોતાના અલગ અલગ ફળ દેવતા હતા. પવિત્ર કાબામાં ૩૬૦ દેવી દેવતાઓ બિરાજમાન હતા એ પૈકી અલ્લાત, મનાત અને હુજ્જ આ ત્રણ મુખ્ય દેવીઓ હતી. આ ત્રણ દેવીઓ અલ્લાહની પુત્રીઓ ગણવામાં આવતી. અનેક દેવી દેવતાઓના કારણે પ્રત્યેક કૂળ પોતાનો કૂળદેવતા કે કુળદેવીને વધુ મહત્ત્વ આપતા આને કારણે જુદા જુદા બલિદાનો વચ્ચે લોહિયાળ ઝઘડા થતા. ઇસ્લામ ધર્મના ઉદય બાદે પવિત્ર સ્થળમાં દેવી, દેવતા કે ઈશ્વરના નામે હિંસા ન થાય તે માટે નાબુદ કરી અદેશ્ય અલ્લાહની સ્થાપના કરી અને માત્ર એકેશ્વરવાદનો મહિમા સમજાવ્યો તેને તોહિદ કહે છે. અનેક દેવી દેવતાઓ પ્રત્યેની આસ્થામાંથી પોતાની જાતને માત્ર એક ઇશ્વર તરફની આસ્થા પ્રત્યે વાળવી તે પણ એક તપશ્ચર્યા જ કહેવાય છે. અનેક વર્ષોથી ગૂઢ થયેલા અને સઢ થયેલ આસ્થાનો ત્યાગ કરવો સહેલી બાબત નથી તેના માટે ત્યાગની જરૂર છે. એકેશ્વરવાદ કે તોહિદ એટલે તપશ્ચર્યાપૂર્વક અન્ય આસ્થાઓ પ્રત્યેનો ત્યાગ સુચવે છે. તોહિદ માટે પયગંબર સાહેબ જે મંત્ર આપે છે તે નીચે પ્રમાણે છે.
લાઈલાહા ઇલ્લલા મોહમંદ રસુલુલા” જેનો અર્થ થાય છે અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી અને મોહમંદ માત્ર સંદેશાવાહક છે.
(૨) સલાત - નમાજ – સલાતનો અર્થ થાય છે બદંગી. તમામ મુસ્લીમોએ પોતાની દિનચર્યામાંથી કેટલાક સમયનો ત્યાગ કરી ઈશ્વર પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવા દિવસમાં પાંચ વખત નમાજ ઇબાદત ધર્મ ફરજીયાત કહેલ છે. નમાજ એક મોટી તપશ્ચર્યા છે. જે કોઈ પણ ગૃહસ્થ કરી શકે તેમ છે. રોજિંદા જીવનમાંથી કેટલાક સમયનો ત્યાગ કરી પરમકૃપાળુ પરમાત્માની બંદગી કરવા પાછળ આશય દુન્યવી બાબતો પ્રત્યે ત્યાગની ભાવના કેળવવાનો છે. સામાન્ય દૃષ્ટિએ જોતા નમાજમાં તપશ્ચર્યાનો ભાવ મહદ્દઅંશે ઓછો લાગે છે પરંતુ દરરોજ નમાજની ક્રિયાઓ કરતા મનુષ્યમાં ત્યાગની ભાવના દઢ બને છે. પોતાના રોજીંદા વ્યસ્ત સમયમાંથી પાંચ વખત ઇશ્વર પ્રત્યેની આસ્થા માટે ફાળવે તે પહેલા તપશ્ચર્યાનું સ્વરૂપ શું છે? આ એક એવા પ્રકારનું તપ છે જે વ્યક્તિનું ઉપિડન કોઈનું નથી. સાથે સાથે શિસ્તબદ્ધતા અને ઈશ્વરે દર્શાવેલ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આમ નમાજ શરીયતના કાનૂન મુજબ તમામ ગૃહસ્થો માટે ફરજીયાત છે. જે સાધક છે અથવા તો શરીયતથી ઉપરના પ્રસ્થાન ઉપર માટે છે. તેમના માટે આ ત્રણ પગથિયાનું કોઈ બંધન રહેતું નથી. તેમનો માર્ગ તો ઘણો આકરો કઠીન છે.