________________
તપશ્ચર્યા
(૩) મારેફત – તરિકતથી ઉપરનું પગથિયું મારેફત છે. જ્ઞાન પિપાસુ સાધકે અહીં ગુરુ આજ્ઞા મુજબ ચાલવાનું છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન અધુરુ છે તેમ મારેફતનું સ્ટેજ સાધકને પોતે, તરિકતમાં મેળવેલ જ્ઞાનનો ઉપયોગ ગુરુની દિશા સુચન મુજબ ઉપયોગ કરવાનો છે. અહીં સુફીઓને ગુરુ વિષેનો ખ્યાલ હિન્દુ કે ભારતીય ધર્મોની પરંપરાથી ખુબ મળતો આવે છે. ગુરુને ઇસ્લામમાં મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.
—
(૩) હકીકત સાધના માર્ગનું આ અંતિમ પગથિયું છે. પંતજલિ યોગદર્શન મુજબ પતંજલી મુનિએ જે સમાધિનું વર્ણન કર્યું છે. બરાબર તેને મળતી સૂફીઓની આ વિચારધારા છે. અહીં સાધકને પોતાનું પણ ભાન રહેતું નથી. આ અવસ્થામાં સાધક પોતે પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે. તેને કોઈપણ જાતની દુન્યવી બાબતોનું ભાન રહેતુ નથી. સાધકને ભલેને દુન્યવી બાબતોનું ભાન રહેતુ ન હોય પરંતુ સાધક પરમાત્મા પ્રત્યે સંપૂર્ણપણે સભાન અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં સાધકને કોઈપણ જાતના બંધનો હોતા નથી. ઇસ્લામ ધર્મે ફરજીયાત કહેલા પાંચ સ્તંભો છે. (૧) તોહિદ (૨) સલાત (૩) સૌમ (૪) જકાત (૫) હજ ની બાબતોના બંધનો પણ તેને સ્પર્શતા નથી. આથી જ હલ્લત મન્સુરે હકીકતની અવસ્થામાં અનલહક “અહં બ્રહ્માસ્મિ” શબ્દો ઉચાર્યા હતા અને મન્સુરે જાહેર કર્યું કે હું જ પરમાત્મા છું. તેમણે કહ્યું –
“મુલ્લા છોડ, તસ્વી તોડ, કિતાબે ડાલ પાની મેં
પકડ દસ્તતુ ફકીરોં કા અનલહક તુ કહાતા જા'
પ્રકરણ ૩
મન્સુરને ઇસ્લામના શરીયતવાદી ગૃહસ્થો સમજી શક્યા નહી અને અંતે ઇશ્વર નિંદાના અપરાધ બદલ ગૃહસ્થોએ તેમને ફાંસીને માંચડે ચડાવ્યા. હકીકતના સ્ટેજમાં સાધકને કોઈપણ જાતના ધાર્મિક બંધનો સ્પર્શતા નથી. તે બાબત મન્સુરના સમયમાં ગૃહસ્થો સમજી શક્યા ન હતા. મન્સુરની મહાન તપશ્ચર્યાને પરિણામે જ મન્સુરના રોમેરોમમાંથી આપમેળે જ અનલહક સ્ફુર્યુ હતું. અહીં મન્સુરનો કોઈ દોષ કે અહમ નથી. એ તો પરમાત્માના સ્વરૂપ જ મન્સુરમાંથી પ્રગટ થયું હતું.
તપશ્ચર્યાની ઇસ્લમાદર્શનના સંદર્ભમાં વિભાવના કરીએ તો ઇસ્લામે બતાવેલા પાંચ ફર્જ તપશ્ચર્યાનો જ ભાગ છે. આ પાંચ ફર્જ નીચે મુજબ ચે. (૧) કલમાં અથવા તૌહિદ (૨) સલાત એટલે કે નમાજ અથવા બંદગા. (૩) સૌમ એટલે કે રોઝા (ઉપવાસ) (૪) જકાત એટલે કે દાન (૫) હજ એટલે પવિત્ર કાબાની યાત્રા.
(૧) તૌહિદ કલમા તૌહિદ એટલે તમામ પ્રકારના બંધનોનો ત્યાગ કરી માત્ર ને માત્ર અદ્રશ્ય
-
૩૮૦.