________________
તપશ્ચર્યા
પ્રકરણ 3
(૩) સૌમ - રોઝા – સૌમ એટલે ઉપવાસ જેને રોઝા તરીકે ઓળખવામાં આવે છે. એ પવિત્ર રમઝાન માસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ જાતનો અન્ન કે જળ લેવા પ્રત્યે નિષેધ ફરમાવેલ છે તેને સૌમ કહે છે. આ સમય દરમ્યાન ગૃહસ્થે કોઈપણ જાતનો અન્નનો દાણો લેવાનો હોતો નથી. ત્રીસ દિવસના ઉપવાસ દ્વારા ફરજીયાત બતાવવામાં આવેલ છે. એટલે કે ઉપવાસની તપશ્ચર્યા તમામ મુસ્લીમ ગૃહસ્થો માટે ફરજીયાત છે. સૌમ પાછળની ફીલસૂફી જોતા જણાશે કે અન્યની ભૂલનો અહેસાસ મનુષ્ય પોતે અન્ન કે જળ લીધે વિના દિવસો પસાર કરે ત્યારે જ થતો હોય છે જેણે ભૂખ કે તરસ વેઠ્યાની તેને અન્યની ભૂખ કે તરસનું જ્ઞાન થઈ શકે નહી અને એ જ્ઞાન ન થતા અન્ય પ્રત્યે કરુણાનો ભાવ જન્મે નહિય આમ સૌમ દ્વારા એક રીતે જોતા ધર્મ તપશ્ચર્યા સાથોસાથ કરુણા ઉપર ખાસ વિશેષ ભાર મૂકે છે. સૌમમાંથી જ ચોથા સ્તંભ જકાતનો જન્મ થાય છે.
-
(૪) જકાત - દાન – ઇસ્લામમાં દાન, દક્ષિણાનો ખૂબ જ મહત્ત્વ છે. ઇસ્લામમાં જકાત, સકાત, ક્રીતરાત અને ઇમદાદ જેવી બાબતો ઉપર વિશેષ ભાર મૂકે છે. ઇસ્લામના સિદ્ધાંતો મુજબ પ્રત્યેક વર્ષ વ્યક્તિએ તેની સ્થાવર-જંગમ મિલ્કતો તેમજ અન્ય બાબત ઉપર અમુક ટકા એણે જકાત ફ૨જીયાત કાઢી ગરીબોને વહેંચવાનું ફરજીયાત છે. મોટાભાગે જકાત પવિત્ર ૨મઝાન માસમાં જ ગરીબોમાં વહેંચવામાં આવે છે. જકાત ઉપરાંત પોતાની જાત તેમજ પોતાના બાળકો તેમજ પશુ પક્ષીઓ માટે અને તેમના આરોગ્યની પરમકૃપાળુ પરમાત્માએ કરેલ હિફાજત માટે ઇસ્લામ સદાકત અને ફીતશતના સ્વરૂપે ગરીબોમાં દાન, દક્ષિણા આપવાનું સુચવે છે. જકાત, ફીતરાત અને સાત દ્વારા આપવામાં આવતુ દાનને ઇસ્લામ શ્રમ દાન તરીકે પણ સ્વીકારવાની મનાઈ ફરમાવેલ છે. જકાત, ફીતરાત, સદાગતને એક સ્વીકારવાની મનાઈ ફરમાવેલ છે. જકાત, ફીતરાત, સદાગતને અક ઋણ તરીકે અથવા તો ઇશ્વર પ્રત્યેના પોતાનું ઋણ સમજીને તેને ગરીબોમાં આપવાની વાત છે. ઇસ્લામધર્મમાં આ ખુબ જ મોટી તપશ્ચર્યા કહી શકાય. આજે દુનિયામાં લોકો પોતાના નામ માટે દાન આપે છે. જ્યારે ઇસ્લામમાં નામથી આપેલ જકાત, ફીતરાત અને સદગાતનો બદલો પરમાત્મા ક્યારેય નહી આપે તેવું ભારપર્વક જણાવે છે. જકાત, ફીતરાત અને સાતમાં તે માત્ર અતિ ગરીબ લોકો, વિધવાઓ, બાળકતો અને અનાથ લોકો જ તેના હકદાર છે. આ સિવાય અમુક જ્ઞાતિને પણ જકાત, ફીતરાત અને સાત આપી શકતા નથી. જો તેઓ ગરીબ હોય તો તેમને ઇમદાદ એટલે કે મદદ કરી શકાય છે.
—
(૫) હજ પવિત્ર કાબાની યાત્રા, યાત્રા દ્વારા વિચારોની સાત્વિકતા વધે છે. તેમજ વિચારોનું ઉર્ધ્વગમન થાય છે. મનુષ્યમાં પાશવિક વૃત્તિઓ યાત્રા સમય દરમ્યાન ખુબ જ મંદ પડી જાય છે. શરૂઆતમાં યાત્રા પદયાત્રા સંદર્ભે છે. સમય જતા તેમાં દેશકાળના ફેરફારના કારણે તેમજ વાહન
(૩૮૨