________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
नाद बिन्दु बजारलो दोउ पूर ले उपनहद बाजा । एकान्तिका बासा सोधिले भर्तृहरि कहे गोरखमच्छिन्द्रव्या वासा । सबदहिं ताला सबदहिं कूची सब्दगि सबप जगाया । सबदहिं सबद सूं परिचय हुआ सबदहिं सबद समाया । આ સંબંધમાં એક ગૂઢ ઉલ્લેખ ગોરખવાણીમાં પણ મળે છે. યોગસાધનાની દૃષ્ટિથી શબ્દ જ તાળુ છે. કારણ કે એ પરમાત્મા તત્વને ગુપ્ત રાખે છે. એટલા માટે જ શબ્દરૂપી ચાવીથી જ ખૂલે છે. પરમાત્માનું રહસ્ય પણ આના દ્વારા જ ખૂલે છે. નાથયોગ સાધનાના ક્રમમાં અજપાજપનો પણ ઉલ્લેખ વિશેષરૂપથી આવશ્યક છે. આજે પણ આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવી છે. નાથયોગીઓએ આ પરંપરા અપનાવીને એક નવી જ દિશા બતાવી છે. ભીતરથી હંસ-હંસના જાપ અનાયાસે ૨૧,૬૦) થાય છે. આ હંસ મંત્રથી “સોડહમ” શબ્દની ઉત્પત્તિ થાય છે. આ મંત્રનો જાપ જ અજપાજાપ છે. આ જ યોગીઓને મોક્ષ પ્રદાન કરે છે.
મહાયોગી ગોરખનાથે સમયની આવશ્યકતાનો વિચાર કરીને એક એવી સર્વસ્પર્શ, સર્વસુલભ સાધનાનો પ્રચાર કર્યો. મધ્યકાલીન નિર્ગુણધારાના જેટલા પણ સન્ત થયા છે ભલે ને તે વૈષ્ણવ હોય કે બીજા અન્ય પંથના અનુયાયી હોય તે બધાપર ગોરખનાથનો મોટો પ્રભાવ પડ્યો હતો. રામાનંદ, કબીર, નાનક, દાદૂ, જ્ઞાનેશ્વર આદિ એ સિવાય પણ મુસ્લિમ ફકીર પણ મહાયોગી ગોરખનાથના પ્રભાવમાં યોગદીક્ષા લઈ સિદ્ધ બન્યા.
આ પ્રકારે ગોરખનાથ અને એમનું યોગદર્શન અને સાધનાનો ભારતીય આધ્યાત્મિક શોધપૂર્ણ મીમાંસા અત્યન્ત આવશ્યક છે.
(૩૭૭