________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
कबीर चिंतममंकिय चहुं दिललगी लाइ । या तन का विवला करुं बाती मेलो जीव । लोही सीचूं तेल क्यों कब मुख देखें पीव ॥ માયાતત્ત્વ- કબીરે માયાને બ્રહ્મની આદિશક્તિ કહી છે. અવિદ્યા માયા છે. જ્યારે તે અપરબ્રહ્મની ઉપર ઇશ્વરની સાથે થાય છે. તેને “માયા” કહેવાય છે. માયા પરમેશ્વરની બીજ શક્તિ છે. કબીરજીના પણ વિચારો માયાવાદથી પ્રભાવિત છે. તેમણે માયાનું આવરણ શક્તિ પર વધારે ભાર આપ્યો છે અને વિક્ષેપ શક્તિ પર ઓછો ભાર આપ્યો છે. સ્પષ્ટ કહ્યું છે કે માયા રામબ્રહ્મની શક્તિ છે.
કબીરજીના સાહિત્ય પર અત્યાર સુધીમાં શતાધિક શોધ કાર્ય થઈ ચૂક્યા છે. તમામ પરચાઓ લખાઈ ગયા છે. વિદેશોમાં પણ ઘણું સંશોધન થયેલ છે. અમેરિકામાં આ કાર્ય માં “કબીર સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે. વૈજ્ઞાનિક શોધ માટે સર્વ પ્રથમ કાર્ય ૧૯૦૩માં એચ.એચ.વિલ્સને કર્યું છે. તેમને કબીરના નામ પર કુલ ૮ ગ્રંથ મળ્યા છે. જી. એચ, વેસ્કાટે કબીર લેખીત ૮૪ પુસ્તકોની સુચી બહાર પાડી. અલગ અલગ લોકો પાસે હોવાથી સાહિત્યમાં ભિન્નતા પણ જોવા મળે છે. લખાણમાં પણ ફેરફાર જોવા મળે છે. આમ કબીરજી એક ઉચ્ચ કોટીના સાધક હતા.
૨૫