________________
તપશ્ચર્યા
साँचे ताप न लागई, सांचे काल न खाय । साँचे को साँचा मिले, साँचे मोहि समाय । साँच बिना सुमिरन नहीं, भय बिनु भक्ति न होय ।
पारस में परवा रहे, कंचन किहि विधि होय ॥
પ્રકરણ
-
3
કબીરજી ઉચ્ચકોટીના સાધક હતા. “આધ્યાત્મિક કાવ્યસૃષ્ટિમાં તેજકાય સમર્થ થઈ શકે છે. જે મૂળથી સાધક હોય જેનું મન ભગવતી આત્માથી ઓત-પ્રોત હોય. । 1 | કબીરના સાહિત્યમાં આધ્યાત્મિકતાની અપૂર્વ ચિંતના અને વિલક્ષણા હતી. તેઓ હંમેશા સદ્ગુણોની સ્થાપના અને દુર્ગુણોના નિવારણ પર જોર આપતા હતા અને જીવનના આદર્શો તરફ સંકેત કરતા હતા. આ કવિનું મન આધ્યાત્મના સર્વોચ્ચ શિખર પર સદૈવ પ્રતિષ્ઠિત રહેતુ હતું.
આધ્યાત્મિક વિચારધારાને ક્રમશઃ ત્રણ વર્ગમાં રાખી શકાય છે. (૧) પરમતત્ત્વ (૨) જીવત્ત્વ (૩) માયાતત્ત્વ.
૩૭૪.
પરમત્ત્વ - કબીર મુખ્યતઃ સાધક હતા. તેમની માન્યતા એ હતી કે દ્વૈત અને અદ્વૈતના બંધનથી પરમતત્ત્વ મુક્ત હોય છે.
एक कहौ तौ है नहीं, होय कहौं ते गार । है जैसा वैसा रहे कैहं कबीर विचार ॥
અધ્યાત્મના અંતર્ગત આત્મા અને પરમાત્માનું જે મિલન થાય છે એનું મૂળ કારણ અધ્યાત્મ પ્રેમ છે. પ્રેમનું સ્વરૂપ વાણી નહીં અવર્ચનીય છે. કબીરજીએ આના માટે સરળતા, દયા, કરુણાની ભાવનાને પ્રમુખ માને છે. કારણકે પ્રેમમાં માધુર્ય છે.
प्रेम पियाला पियै सीस वच्छिना देय । लोभी सीस न दे सके नाम प्रेम का लेय ॥
पियाला तठा चाहे प्रेस रस सखा चाहे मान ।
एक म्यान में दो खडग देखा सुना न मरना ॥
જીવનતત્ત્વ – બ્રહ્મ અને જીવમાં કોઈ અંતર નથી બન્નેની એક જ સત્તા છે. પરંતુ માયાના કારણે બન્નેમાં અંતર દેખાય છે. પંચમહાભૂતથી બનેલા શરીરરૂપી નગરમાં ચેતન નિવાસ કરે છે. તે ચેતનને જીવ અથવા જીવાત્મા કહે છે. જીવ સંબંધી કહ્યું છે કે જીવ ચેતન છે. તેની સંખ્યા અનંત છે. તે ક્યારે પણ મરતો નથી. ક્યારેય ઉત્પન્ન થતો નથી. અર્થાત્ ક્યારેય એવો સમય નથી આવ્યો કે જ્યારે જીવ ન રહ્યા હોય અને ક્યારે એવો પણ સમય નહી આવે કે જીવ ન હતો. કબીર કહે છે. આ સંસારમાં ચારેબાજુ વિષમ વાસનારૂપી આગ લાગી છે. આ આગને ઓલવવા માટે કહે છેકે....
1. કબીર સાધના અને સાહિત્ય - પૃ. ૩૫૬