________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
તેઓ સૂર્ય હતા. જેમણે પોતાની શક્તિથી સંપૂર્ણ પરંપરાને એક નવો પ્રકાશ આપ્યો. વિરોધ વચ્ચે પણ તેમણે એક નવી ક્રાન્તિ લાવી. પોતાની શૈલીના અન્નદાતા અને સરળ કવિ હતા. નીચેની ઉક્તિ કબીરજીના વિષયમાં અક્ષરસઃ ચરિતાર્થ થાય છે.
जिन ढूंढा तिन पाया गहरे पानी पैठि । मैं बापुरा डूबन जरा, रहा किनारे बैठि ॥ કબીરજીનું સંપૂર્ણ સાહિત્ય નિર્ગુણ પરંપરાનું મહાન અક્ષય કોષ છે. કબીરના નિર્ગુણ પંચ જ્ઞાનાશ્રયી માર્ગના સમાન્તર જ પ્રેમમાર્ગી શાખાની શરૂઆત થઈ જે સૂફી સંતો ભક્તોની દેણ છે. સૂફી સંપ્રદાય પણ નિર્ગુણને જ માને છે.
અક્ષર બ્રહ્મના પરમ સાધક કબીર અક્ષર જ્ઞાન રહિત હતા. એમણે પોતે જ લખ્યું છે કે “સિ *હું છુયો નહી, નમ રહયી નહી હાથ” છતા કબીરજીનું વિશાળ સાહિત્ય છે. કબીર પોતે કશું જ લખ્યું નથી પરંતુ એમના શિષ્યાને એ વાણીનું સંકલન કરેલ છે.
સંત સદારલ દેવનું માનવું છે કે “સદગુરુ કબીર સાહેબ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તથા તે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ નિત્ય અનાદિ ગુરુ છે. તે ચારોયુગોમાં પોતાની રીતે સંસારમાં પ્રગટ થઈ જગજીવનનો ઉપદેશ આપે છે. તેથી તેમને કાંઈ શીખવાની કે ત્યાગ કરવાની આવશ્યકતા નથી.” 1મહારાજા વિશ્વનાથ સિંહે બીજકની ટીકા કરતા લખ્યું છે કે સિકંદર લોહીએ કબીરજીની મહિમાં સાંભળી તેમના પાસેથી ન્યાય, વ્યાકરણ આદિ શાસ્ત્રો પર પોતાના વિચાર વ્યક્ત કરીને અને લખીને મોકલવા માટે અનુરોધ કર્યો. . 2 . કબીરે હજારો ગાડીમાં રહેલા કાગળો પર એક ઠેકાણે “રામ” શબ્દ લખીને તેને પાછા મોકલી દીધા, જ્યારે તે ગાડીમાં રહેલા કાગળોને ખોલીને જોયું તો બધા કાગળો પર હિન્દુ તથા મુસલમાનોના ધર્મના ગ્રન્થોના વચન સ્વંય લખાઈ ગયા હતા. આ કબીરજીના વ્યક્તિત્વનો પ્રભાવ હતો અથવા એમની યોગસાધના હતી. બાદશાહ તથા મંત્રીઓને તો કાંઈ સમજ જ નહી પડી. તે લોકોએ આ ધારણાથી કબીરનો સિદ્ધાંત માનવા લાગ્યા.
કબીરજી નિર્ભય હતા. એમનામાં નિડરતા, નિષ્પક્ષતાથી પોતાની વાત કરી છે. ક્રાંતિ અને બદલાવ લાવવા માટે જે સાહસ અને આત્મવિશ્વાસ લાવવાની જરૂર હોય છે. કબીરના અક્ષય અને વિરાટ વ્યક્તિત્વમાં આની પ્રચુરતા હતી. એમનામાં અદૂભુત ઓજ અને ઊર્જા હતી. એમની દૃષ્ટિ ખૂબ જ ચપળ હતી. તેમણે શબ્દોનો હથિયારના રૂપમાં ઉપયોગ કર્યો અને એની અસર પણ એવી પડી કે પાખંડના વિરોધી અને પરિવર્તનના આગ્રહી કબીર સામે કુટિલતા, હરીતિ અને કુશાસનનું ચાલી શક્યું નહિ. કબીર સાચા માનવતાવાદી હતા જેમનું એકમાત્ર લક્ષ માનવ માત્ર કલ્યાણની સાધના હતી. તેઓ તે જ્ઞાનને જ સ્તુત્ય માનતા હતા કે જેનાથી માનવની પીડાનું શમન થાય. I 1 /
1. વીન માર્ગ, પૃ. ૨ 2. વીર વીનક્ક, પૃ. ૨૦-૨૨