________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
રિદાસજીની વાણીમાં આધ્યાત્મિકતા પણ જોવા મળે છે. हृदय सुमिरन करूँ नैन अवलोकना, श्रवणो हरिकथा पूरिराखों । मन सु मधुकर करूं चरनन चित्त धरूं राम रसायन रसना चाखू ॥ मृग, मीन, भुंग पतंग, कुंजर, एक दोष विनासा पंच दोष असाधा जामहि कौन ताकी आसा त्रिगुन योनी अचेत संभव पाप पुन्य असोच मानुषावतार दर्लभ, तिहु संगति पोच । प्रभुजी तुम चंदन हम पानी, जाकि अंग अंग बास समानी । जैसा रंग कसूंब का तैसा यह संसार रमैये रंग मजीठ का कह रैदास चमार । जल की भीति, पवन का चम्बा रक्त बूंद का गारा । हाड मांस नाडी को पिंजर पंखी बसै बिचारा ॥
કબીર
હિંદિ સાહિત્યમાં લગભગ સાડા બારસો વર્ષના ઈતિહાસમાં દૃષ્ટિ કરીએ તો કબીર જેવુ અક્ષય અદ્દભૂત વ્યક્તિત્વ કોઈ અન્ય સંત કવિનું નથી મળતું. તેમને હિંદૂ-મુસલમાન બન્ને સમાન ભાવથી આદર આપતા હતા ને આજે પણ હિંદૂઓ માટે વૈષ્ણવ ભક્ત, મુસલમાનો માટે પીર, શીખો માટે ભગત અને કબીર પંખીઓ માટે અવતાર સ્વરૂપ છે. તેમણે સામાજિક ક્ષેત્રમાં હિંદૂ-મૂસલમાનની એકતાની જે અખંડ જ્યોત જલાવી તેનો પ્રકાશ આજે પણ જન-મનને આકર્ષિત કરે છે.
મહાન સંત કવિ કબીરજીનો જન્મ બનારસમાં લહરતારા નામના ક્ષેત્રમાં રામાનંદના આશીર્વાદ સ્વરૂપ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી થયો હતા. તળાવ કિનારે મળી આવેલા કબીરજીનું પાલન પોષણ નીમા અને નિરૂ નામના દંપતિએ કર્યું હતું.
કબીરજીના લગ્ન તેર વર્ષની ઉંમરે લુહારની કન્યા સાથે થયા હતા. લોઈ મૃત્યુ પામતા બીજા લગ્ન રમનનિયા સાથે થયા હતા. નવા સમાજનું નિરમાણ કરવા માંગતા હતા. સમાજ સમતાસમાનતાના આધાર પર હોય જેમાં શોષણ, અન્યાય, ધૃણા, દ્વેષ, અત્યાચાર, પાખંડ, અંધવિશ્વાસ ન હોય. જેમાં પ્રેમ, સત્ય, અહિંસા ન્યાય હોય. કબીરજીના કાવ્યમાં સર્વ-સર્વત્ર, એક-એકત્રના ચિંતનને વિરાટ પ્રતિબિંબમાં દર્શાવવાની અભૂત અંતદષ્ટિ છે. આ અંતદષ્ટિ તન, મન, પ્રાણ, આત્માના સૂત્રધાર એટલે પરમ શક્તિમાનનો સર્વ શક્તિ એક એકત્રરૂપમાં ભાવ-ભક્તિના દર્શન