________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
પ્રભાવિત થયા હતા અને એમની કીર્તિ પણ ચારેબાજુ ફેલાઈ હતી. એમનાથી પ્રભાવિત થઈને ચિત્તોડની ઝાલી રાણી શિષ્યા બની હતી.
રૈદાસજી અદ્વૈતવાદના ઉપાસક હતા. કોઈપણ કર્મકાંડ કરતા પહેલા હૃદયની શુદ્ધતા તથા ભક્તિ ભાવના પર ભાર આપતા હતા. રૈદાસજી કોઈ દાર્શનિક ન હતા પરંતુ એ ભક્ત કવિ હતા. એમના સંપૂર્ણ ચિંતનમાં આ એક વિકલ અનુભૂતિ (સત્તા પ્રત્યે અનન્સ જિજ્ઞાસા અથવા શોધખોળ) સર્વસ્થળે પૂર્ણરૂપથી વ્યાપ્ત છે. તેથી તેમની વાણીમાં આપણને વિકલતાની સાથે પ્રાયઃ બધી જ અનુભૂતિઓ દૃષ્ટિગોચર થાય છે. તેમની અનુભૂતિઓ વિધેયાત્મક અને નિષેધાત્મક બન્ને રૂપોમાં અભિવ્યક્ત થઈ છે. ભાવનાના આવેગમાં તે સત્તા ક્યારેક ભક્તિના પાત્ર બની તો ચિંતનના ક્ષણોમાં તે માત્ર જ્ઞાનનો વિષય બનેલ છે.
રૈદાસજી જે ક્ષણોમાં વિધેયાત્મક વિધિથી વિચારતા ત્યારે તે સમયે તે સત્તાને વિરાટ રૂપે માને છે તે વિરાટ અનુભૂતિમાં સંપૂર્ણ બ્રહ્માંડને સમાવી દે છે. તેમનું કહેવું એ છે કે બ્રહ્મના પછી પાતાળમાં અને તેમનું માથુ આકાશ છે તે પૂર્ણરૂપ છે અને પ્રત્યેકમાં છે તે અત્યન્ત સુક્ષ્મ છે. બ્રહ્મની આ પૂર્ણતા તથા સર્વવ્યાપકતાને રૈદાસજીએ પર્યાપ્ત અનુભવ કર્યો હતો અને જીવમાત્રમાં તથા સર્વકાળમાં વ્યાપ્ત માનીને વિભિન્ન પદાર્થોના માધ્યમથી આ અનુભૂતિની અભિવ્યક્તિ કરી છે. તે સાથે જ તે અનેક ગુણોથી પૂર્ણ, કર્તાહર્તા આદિ માનીને સંપૂર્ણ સંસારમાં તેનું નિયંત્રણ છે. તે અનુભૂતિ કરતા તેઓ કહે છે કે –
जानत जानत जान रह्यो सव परम ब्रह्म निज जैसा । कहत आन अनुभवत आन रसा मिले न बेगर होई ॥ તે પરમ સત્તા અથવા બ્રહ્મને, જ્ઞાન-વિવર્જિત નિર્વિકાર, નિશ્ચલ, નિરાકાર, અગમ, અગોચર, અક્ષર, નિગુણ, અતીત, અવિનાશી આદિ બતાવતા કહે છે કે આ અનુભૂતિ દ્વારા ખ્યાલ આવે છે.
ભક્તિમાં લીન થતા રૈદાસજી ભગવાનને રામ, ગોવિન્દ, વિઠ્ઠલ, વાસુદેવ, હરિ, વિષ્ણુ, પ્રભુ, કેશવ, કમલાપતિ (વિષ્ણુ) માધવ, ગોપાલ, મહેશ, દામોદર, નિરંજન, મુરારી, રઘુનાથ, મુકુન્દ આદિ નામોનો ઉલ્લેખ કરી એકાકાર બની જતા હતા. એ સિવાય પણ ઇસ્લામના ખુદા, ખાલિક, અણવાદ આદિના નામ લેતા હતા. અનેક સ્થળે એમણે ભગવાનની ભક્તિ તથા કર્મોની પવિત્રતાની પ્રેરણા આપે છે તથા કહે છે કે પવિત્ર જીવન વિધિને ગ્રહણ કરી ન ચાલવાવાળાને યમપુરમાં જવુ પડશે તથા સાવધાન કરતા પણ કહે છે કે મૃત્યુ તથા તારા કર્મોનો હિસાબ લેવામાં આવશે. આંતરિક સાધના, ચિંતન ભક્તિની આંતરિક ભાવુક્તા ઉપર વધારે ધ્યાન આપ્યું છે. જે સાધનામાં આંતરિક