________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
ता पर बैठि अमाप पदवी लै, राज अभयपुर करिये । सब पर अमल चलै जब तेरो, तो सम और न कोई । सेवजी साहेब लोहा कंचन, बुंद समुन्दर होई । विघ्न कलेस आपदा नासै, निर्मल आनंद पावै ।
चरनदास सुखदेव दया सू रहनि गहनि समुझावै । સંત રૈદાસ
રૈદાસજીના જીવન વૃતાન્તમાં ભિન્ન મત પ્રવર્તે છે. એમનો જન્મ મહાસુદ પૂનમ તેમજ રવિવારે થયો હતો. એક એમ માને છે કે રૈદાસ પશ્ચિમી પ્રદેશના નિવાસી હતા. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં, ગુજરાત રાજસ્થાનના, રાજસ્થાનમાં મેવાડનો, રાજસ્થાનમાં માંસડવગઢ અથવા મંડાવરના નિવાસી હતા. જ્યારે બીજા એમ માને છે કે રૈદાસ પૂર્વ પ્રદેશ બનારસની આસપાસના રહેવાવાળા હતા. એમાં પણ કોઈ બનારસના રહેવાસી માને છે તો કોઈ બનારસની આસપાસના મહુડીના નિવાસી હતા. એમના અનુયાયીની સંખ્યા ગુજરાત તથા રાજસ્થાનમાં વધારે હતી માટે એ પણ માનવામાં આવે છે.
રૈદાસજીનો ચમકાર (ચામડાનું કામ કરનાર) પરિવારમાં જન્મ થયો હતો. પૂર્વ જન્મની વાત બતાવતા એમ કહે છે કે સ્વામી રામાનન્દનો એક શિષ્ય હતો જે ભિક્ષા લાવતા. ગુરુ એની ભિક્ષાનું ભોજન લેતા હતા. એક વખત વરસાદ પડયો, શિષ્ય ભિક્ષા લેવા જઈ ન શક્યો હતો, ત્યારે બાજુમાં એક વણિકનું ઘર હતું ત્યાંથી ભિક્ષા આવી એ ભિક્ષા વાપરી પરંતુ ભગવાનની મૂર્તિ ન આવી તરત સ્વામીજીએ પુછયુ ત્યારે કહ્યું કે આ તો વણિકના ઘરનું ભોજન છે. તપાસ કરતા ખ્યાલ આવ્યા કે એ વણિક એક ચર્મકાર સાથે વ્યાપાર કરતો હતો. બસ કારણ મળી ગયું એમણે એ શિષ્યને શ્રાપ આપ્યો કે જા તુ ચમારના ઘરે જન્મ લે અને તે શિષ્યનો જન્મ ચમારને ત્યાં થયો એ રૈદાસી તરીકે થયા.
રૈદાસ પૂર્વના સંસ્કારોના કારણે નાનપણથી સંત સ્વાભાવના હતા. બાર વર્ષની ઉંમરે તો સીતારામની માટીની મૂર્તિ બનાવીને ભક્તિ કરતા હતા. સત્સંગ, જ્ઞાનીઓને મળવાનું, પરિભ્રમણ કરવું અને ગુરુકૃપા દ્વારા અન્તર્શાન થયું હતું. પોતાના મનને માત્ર ભગવાનની પાઠશાળામાં જ ભણવાનો સંકેત આપ્યો હતો.
પશુઓને મારીને પગના પગરખા બનાવતા ન હતા પરંતુ જે પશુ કુદરતી જ મૃત્યુ પામ્યું હોય એના જ પગરખા બનાવતા અને વેચતા. સંતો માટે કોઈ જ કિંમત લેતા ન હતા. રૈદાસજીની સાત્વિક ભાવના, સદાચારપણું જીવન તથા ભક્તિભાવનાને જોઈને ઘણા જે લોકો