________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
કરાવે છે. આ ભાવભક્તિ બોધને ઈશ્વર, બ્રહ્મ, અલ્લાહ, વિગેરે નામથી પોતાની આસ્થા અનુસાર ઓળખવામાં આવે છે. રાજનીતિથી દૂર રહી સમાજ અને ધર્મને જ પોતાનો વિષય બનાવ્યો.
ધર્મ વાસ્તવમાં મનુષ્યનું ત્રીજું નેત્ર છે. ધર્મ જ આસ્થાઓને જન્મ આપે છે. તેના ઉપર સૃષ્ટિ ટકે છે. ધર્મ બધાને જોડવાનું કામ કરે છે તે ઉચકોટીનો આધ્યાત્મિક છે. ધર્મ વિશ્વાસનું બીજ છે. દરેક ધર્મના આચારો તથા સંસ્કારો પ્રત્યે સમાન આદરભાવ અને સન્માનની દૃષ્ટિ કબીરજીમાં હતી. તેઓ અર્થહીન આચારને ક્યારેય પણ પસંદ કરતા ન હતા. કબીરજી યુગદ્રષ્ટા અને સાચા સામ્યવાદી સમાજશ્ના હતા એટલા માટે એમને રાજનીતિ, સમાજના મર્યાદિત ધર્મદાયરાથી ઉપર હતા. સમાજમાં વ્યાપ્ત તમામ ખરાબીઓ, અંધવિશ્વાસો, સંકિર્ણતાઓ, પ્રથાઓનો નાશ કરી અધ્યાત્મ ધર્મ, દર્શન દ્વારા સમાજના બધા ક્ષેત્રોમાં બૌદ્ધિક સામ્યવાદની પ્રતિષ્ઠા કરી હતી. એના માટે ચારે તરફથી એમની ઉપેક્ષાઓ થઈ. કડવા વચનો સહન કરવા પડ્યા, પંડિત મુલ્લાઓએ કડક આલોચના કરી હતી પરંતુ કોઈની પણ પરવા કર્યા વિના પોતાના અટલ લક્ષ્ય તરફ આગળ વધતા પોતાના સામ્ય મતનો પ્રચાર કરતા રહ્યા હતા.
કબીરજી હિંદૂ ધર્મના પાખંડ-મિથ્યાચારોના પાક્કા વિરોધી હતા. એમની દૃષ્ટિ સાફ અને સ્વસ્થ હતી. તેઓ બુદ્ધ-મહાવીર, ગોરખનાથની જેમ સ્પષ્ટ વકતા હતા. એમની દૃષ્ટિમાં મારવું, હત્યા કરવી એ જ હિંસા નહી પરંતુ શોષણ કરવું, છૂત-અછૂત એ પણ એક પ્રકારની હિંસા છે. તેઓ કોઈ એક ધર્મના જ ન હતા. તેઓ બધા ધર્મોથી ઉપર માનધર્મના હતા આવા સમાજ સુધારક પહેલા કવિ હતા.
કબીરજી મનના મેલને ધોઈને અને ભેદને મટાડીને તે વિષમતાઓનો નાશ કરવા માંગતા હતા. તેઓ સ્વયં સત્યવાદી હતા. સાચા હતા. ખોટાઓ પ્રત્યે ધિક્કાર અને દુર્જનોનો પ્રતિકાર કરતા હતા. નિંદકો માટે કહેતા....
निन्दक नियरे राखिए, आँगन कुही छवाय । बिन पानी साबुन बिना निर्मल होय स्वभव ॥
કબીરે ભગવાન પર અનન્ત ગુણોનો આરોપ લગાડતા. તેમની અવધારણા અથવા અવતાર ગ્રહણ કરવાના સિદ્ધાન્તનું સર્વથા ખંડન કર્યું છે. તેમની નિષ્ઠા નિરંજન-નિરાકાર પ્રત્યે હતી.
કબીરજીની દાર્શનિક ચિંતા અને સાધનામાં “સહજ કેવળ જ્ઞાનનો વિષય નહિ પમ પ્રેમનો વિષય છે. સહજ પરમપ્રિય રામ છે. જે પ્રત્યેકના શરીરમાં વિદ્યમાન છે. તે પ્રત્યેક જીવનું સાર તત્ત્વ છે. જેમાં જીવ એક મેકમાં વિદ્યમાન છે. કબીર નિર્ગુણ બ્રહ્મની જેમ સગુણને પણ માનતા હતા, પરંતુ તેઓ તો આ બન્નેથી પર હતા. આ સંબંધમાં ડૉ.રામવિલાસ શર્માનો મત છે કે સગુણ અને નિર્ગુણને લઈને હંમેશા યાદ રાખવું જોઈએ કે ભક્ત કવિઓમાં કોઈ પૂર્ણતઃ સગુણમાર્ગી અને નિર્ગુણમાર્ગી નથી. કબીરે કહ્યું છે કે જે દેખાય છે તે સગુણ છે અને નથી દેખાતું તે નિર્ગુણ છે. નિર્ગુણ સંપ્રદાયના
(૩૭૧)