________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
નામ લેવાનું કહેતો હતો. સંતોની સંગત ગમતી હોવાનાં કારણે એક વૈરાગી-તપસ્વી મહાત્મા મળ્યા જેમણે બાળકને ઓળખીને એવા આશીર્વાદ આપ્યા કે બાળક જાગૃત થઈ ગયો. જંગલમાં સાધના કરતા પિતાજી અલોપ થઈ ગયા તપાસ કરવા છતાં ક્યાંય ભાળ ન મળી. આ જ વાતનો સંકેત રણજીતે દસ દિવસ પહેલા જ આપી દીધો હતો. પતિ તથા સાસુ-સસરાનું મૃત્યુ થવાથી માત-પુત્ર ઉપર મુસીબતોનો જાણે પહાડ તૂટી પડ્યો.
નાની ઉંમરમાં જ રણજીતે અલગ અલગ ભાષાઓ તથા ધર્મગ્રન્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમને રાજસ્થાની, પંજાબી, ફારસી, સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું. ગઝલોમાં ઉર્દૂ તથા ફારસી ભાષાના શબ્દો જોવા મળે છે. નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવા માટે દરેકનો આગ્રહ હતો પણ રણજીત એક નો બે ન થયો.
દસ વર્ષની ઉંમરમાં જ રણજીતના હૃદય સાગરમાં પ્રભુભક્તિની લહેરો ઉઠવા લાગી. સદાય સન્તોની સંગતિ અને ભજન મંડળીઓમાં ભાગ લેવા માટે ઉત્સુક રહેતા હતા. ભૂખ્યા હોય, તરસ્યા હોય, ગરીબ અને લાચારની સેવા-સહાયતામાં તેમને વિશેષ રુચિ હતી. તેમનું સામ્ય ધ્યાન એકમાત્ર પરમેશ્વર પર કેન્દ્રિત હતું. એમની આંખોમાં પ્રેમના આંસુ વહેતા હતા. પ્રભુભક્તિમાં એટલા બધા લીન બની જતા હતા કે ખાવા-પીવાનું બધુ જ ભૂલી જતા હતા. ચાર વર્ષ આમને આમ પસાર થઈ ગયા. સોળ વર્ષની ઉંમરે પ્રભુદર્શનનો તલસાટ અપૂર્વ હતો. સતગુરુના મિલનની તડપ લાગી હતી. ક્ષણ-ક્ષણ વ્યાકુળ રહેવા લાગ્યા. સતગુરુને મેળવવા દૂર સુધી શોધખોળ શરૂ કરી દીધી. ક્યારેક સિદ્ધ યોગીઓ પાસે ક્યારેક સાધુ-સન્યાસીઓ પાસે અઘોર નગ્ન સાધુઓ પાસે જવા લાગ્યો કેટલાય મહિના સુધી જંગલમાં ભટકતા રહ્યા પણ સંતગુરુ ન મળ્યા. સોળથી ૧૯ વર્ષ સુધી આ દશા રહી. ગંગા-યમુનાના મિલન પાસે મોરના તીસા સ્થાન પાસે, પહોંચ્યા ત્યાં એક તપસ્વીના દર્શન થયા. દર્શન થતા જ પ્રેમ, શ્રદ્ધા અને શાંતિનો અનુભવ થયો અને અંતરમાં એવી પ્રતિતી થઈ કે જેના માટે તલસતો હતો એ શોધખોળથી પૂર્ણ થઈ, પ્રેમભર્યા હૃદયે અને અશ્રુભરી આંખે સતગુરુના ચરણકમળ પર માથુ ટેકાવી દીધું અને પોતાની જાતને ગુરુ સમીપે સમર્પિત કરી દીધી. રણજીતની વાત સાંભળીને કહ્યું કે જ્યારે તુ પાંચવર્ષનો હતો ત્યારે તને ઝાડ નીચે દર્શન આપ્યા હતા.
સતગુરુના મળવાથી રણજીતના જીવનમાં જાણે દીવાળી આવી ગઈ. એની પાત્રતા જોઈ ગુરુદેવે પ્રભુભક્તિની યુક્તિ બતાવી. અષ્ટાંગ યોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, હઠયોગ અને ભક્તિયોગના વિષયમાં સવિસ્તાર સમજ આપી તેમજ વેદ, ઉપનિષદ, છાનો અને અન્ય ગ્રન્થો-શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. દરેક પ્રકારની શંકાનું સમાધાન કરી આપ્યું. સતગુરુએ તેને વિધિવત દીક્ષા આપી અને તેનું નામ શ્યામ ચરણદાસ રાખવામાં આવ્યું. જે આગળ જતા ચરણદાસના નામથી પ્રખ્યાત થઈ ગયા.
-(૩૬