________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
મીરાંબાઈ વૃંદાવનમાં જઈને ફરવા લાગ્યા. મંદિરોમાં જવા લાગ્યા. સાધુઓનો સત્સંગ કરવા લાગ્યા. બાદશાહ અકબર, તાનસેન સાથે છુપાવેષે દર્શન કરવા આવ્યા તેમના દર્શન તથા ભક્તિથી પ્રભાવિત થઈને એક રત્નજડિત હાર ભેટ આપીને ગયા.
૩
મીરાંબાઈની કૃષ્ણમય ભક્તિ એટલી ઉત્કૃષ્ટ હતી કે કૃષ્ણ સિવાય બીજું કાંઈ પણ દેખાતુ ન હતું. રાણાએ જ્યારે ઝેરનો કટોરો મોકલ્યો ત્યારે પણ આ ભક્તિના પ્રભાવે જ ઝેર પણ અમૃત બની ગયું હતું.
દ્વારિકા નગરીમાં પણ ભક્તિનો આવો જ માહોલ હતો. શ્રી કૃષ્ણદાસ અધિકારી દ્વારિકાથી પાછા ફરતા મીરાંબાઈ પાસે ગયા ત્યાં હરિવંશ વ્યાસ આદિ કેટલાયે વૈષ્ણવો ઉપસ્થિત હતા જે મીરાંબાઈના સત્સંગનો લાભ લેતા હતા.
-
મહારાણા ઉદયસિંહ ચિતૌડ હારીને ઉદયપુર ગયા ત્યાં પણ દુષ્કાળ આદિ સંકટ આવવાથી લોકોની એવી માન્યતા બંધાઈ ગઈ કે મીરાંબાઈને રાજી કરીને ફરીથી બોલાવવામાં આવે તો દુઃખોનો અંત આવી જશે. આ વાત મહારાણાને કરી અને મહારાણાએ એક બ્રાહ્મણ મંડળીને દ્વારિકા મોકલી. બ્રાહ્મણ મંડળી દ્વારિકા જઈને મીરાંબાઈને ફરી સાથે આવવાની પ્રાર્થના કરી પરંતુ મીરાંબાઈએ ના પાડી, ત્યારે બ્રાહ્મણો રણછોડજીના મંદિરે અન્ન-પાણી ત્યાગ કરીને બેસી ગયા. આ જોઈ મીરાંબાઈએ બ્રાહ્મણોને કહ્યું હું રણછોડની આજ્ઞા લઈ લઉં. આમ કહીને અંદર ગયા અને કિર્તન કરવા લાગ્યા. જેમ જેમ કિર્તન કરતા ગયા તેમ તેમ ભક્તિમાં લીન થતા ગયા જેનાથી મંદિર દિવ્ય પ્રકાશથી પ્રકાશિત થઈ ગયુ અને મીરાંબાઈ સદેહે તે જ સમયે બધાના દેખતા રણછોડજીની મૂર્તિમાં સમાઈ ગયા અને એના પ્રમાણ માટે ચૂંદડીનો પાલવ રણછોડજીના બગલમાં રહી ગયો કહેવાય છે કે આજે પણ તે દેખાય છે તે મૂર્તિ ડાકોર (ગુજરાત)ના મંદિરમાં છે અને રણછોડજીના નામથી જ તે મૂર્તિ પ્રસિદ્ધ છે.
૩૫૬
મીરાંબાઈની સાધના
મીરાંબાઈની ભક્તિ વ્રજની ગોપીઓ જેવી હતી. આ પદ્ધતિમાં ભાવનાથી ભાવની સિદ્ધિ થાય છે. કોઈ બીજા સંસ્કારની જરૂરિયાત નથી. આ સાધનાના ગુરુ, દ્વાપર યુગમાં વ્રજ ગોપિકાઓ હતી અને કળીયુગમાં મીરાંબાઈ હતી. મીરાંબાઈની આ સાધના સ્વતઃ સિદ્ધ હતી. એમણે ન કોઈની પાસે દીક્ષા લીધી અને ન કોઈ ગુરુની આવશ્યકતા રહી. ન કોઈને ભક્તિમાર્ગ માટે જાણકારી માંગી. મીરાંબાઈની ભક્તિ સ્વાભાવિક હતી. પોતાને રાધિકાનો અવતાર માનતા હતા અને પોતાના આરાધ્ય દેવ એવા શ્રી કૃષ્ણની ભક્તિ ભાવથી ઉપાસના કરતા હતા. એમના પદોથી સ્પષ્ટ ખ્યાલ આવે કે એમને ભગવાન સાક્ષાત્ હતા.