________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
આમ અનેક જાતની રચનાઓ એમણે કરી છે. તપશ્ચર્યા દ્વારા સાધના પણ કરી છે. તો પ્રાર્થન દ્વારા ભક્તિમાં પણ ખૂબ આગળ વધ્યા છે. જે એમનું જીવન ઝરમર જોતા ખ્યાલ આવે છે. મીરાંબાઈ
મીરાંબાઈનો જન્મ રાઠૌડોની મેડતિયા શાખામાં સં.૧૫૬૦ના આસો સુદ પૂનમના થયો હતો. એમના દાદા રાવ દૂદાજીએ મેડતામાં સં.૧૫૧૮માં પોતાનું મેડતિયા રાજ્ય સ્થાપ્યું. અને ત્યાં મહેલો મકાનો તથા ચારભૂજાનું મંદિર બનાવ્યું. આ મેડતાના કારણે એમની શાખા મેડતિયા કહેવાય છે.
દૂદાજી રાવ જોધાજી જેમણે જોધપુર વસાવ્યું. ચોથો દિકરો રાવ દૂદાજીએ પોતાના બીજા નંબરના પુત્ર રત્નસિંહને ટુકડી, બાજોલી આદિ બાર ગામો આપ્યા હતા એમાં કૂકડી ગામમાં મીરાંબાઈનો જન્મ થયો હતો.
બાલ્યાવસ્થામાં તેમણે એક અલૌકિક સ્વપ્ર જોયું કે તેમના લગ્ન શ્રી ગિરિધરથી થઈ ગયા. આ વાત એમણે માતાને કરી. થોડા દિવસ પછી એક સાધુઓની મંડળી આવી સાધુઓના મહત્તજી પાસે શ્રી ગિરિધરની મૂર્તિ હતી. જેના દર્શન મીરાંબાઈએ કર્યા તો એમના હૃદયમાં તે મૂર્તિ સમાઈ ગઈ અને તેમને આપવા માટે વિનંતિ કરી, પરંતુ મહત્તજીએ ના પાડી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. એ દિવસથી મીરાંબાઈએ ઉપવાસ શરૂ કરી દીધા. આ બાજુ સ્વપ્રમાં મહત્તજીને મૂર્તિ આપવાની આજ્ઞા થઈ ત્યારે મહત્તજી આવીને મૂર્તિ આપી ગયા. આનાથી મીરાંબાઈ ખૂબ જ પ્રસન્ન થયા અને આ મૂર્તિને પોતાના પતિ શ્રી ગિરિધર માનીને પૂજા કરવા લાગ્યા.
રાવ દૂદાજી પરમ ભક્ત હૃદયી હતા અને મીરાંબાઈની બાલ્યકાળની ભક્તિ જોઈને પોતાની પાસે મેડતામાં બોલાવી લીધી અને એનું લાલન-પાલન અત્યન્ત સ્નેહથી કરવા લાગ્યા.
ભગવાનના સાક્ષાત્કાર માટે મીરાંબાઈ ચૂપચાપ ઉપવાસ વ્રતાદિની કરવા લાગ્યા તથા ભગવાનના વિરહમાં વ્યાકુળ રહેવા લાગ્યા. એને ઉદાસ જોઈને એની માતાએ એક વૈદને બોલાવ્યો. મીરાંબાઈએ આ પ્રસંગની ચર્યા તથા બીમારીનું કારણ નીચેના પદથી બતાવતા કહે છે કે...
"नातो नाम लो जी म्हांस् नित्य न तोड़यो जाय । पाता ज्यूं पीली पडी रे लोग कहे पिन्ड रोग । छाने लांघण म्हें किया रे राम मिलण जो जोग । बाबल बैद बुलाइया रे पवीड़ दिखाई म्हारी बांह । मूख बैद मरम नहि जाणे कसभ कलेजे मांह जा वेदा घर आपजे रे म्हारो नाम न लेय
ઉપ૪)