________________
તપશ્ચર્યા
(3)
राग छाया नह
भज मन चरण कंचल अविनाशी ।
जेताई दीसे धरण गगन में तेताई उठ जासी ।
तीरथ वरतां ज्ञान कथंतां जीहा लियां करवत व्यापी ।
यो संसार चहर री बाजी सांड़ा पड्या उठ जासी । कहा भयो थां भगवां पहेरयां घर तज लिया सन्यासी । जोगी होय जुगत ना जाणी उलट जनम फिर आयी । मीरां रे प्रभु गिरधर नागर कांढा म्हारी फांसी । સંત દરિયા
-
—
પ્રકરણ ૩
-
આજથી બસ્સો વર્ષ પહેલા લોકોના કલ્યાણ માટે સંત દરિયાએ જન્મ ગ્રહણ કર્યો હતો.
દરિયા સાહેબનો જન્મ બિહાર રાજ્યના રોહતાસ જિલ્લાના ધરૂંધા નામના ગામમાં સં.૧૭૩૧માં થયો હતો. તેમના પિતાજીનું નામ પીરુ હતુ તેઓ મુસલમાન હતા અને દરજી કામ કરતા હતા.
સંત ઉપકાર કરવા માટે જ જાણે સંસારમાં આવે છે. દરિયા સાહેબ એમના જીવનની ઘટનાઓનું વર્ણન શિષ્યો સામે કરતા જેમાથી શિષ્યોને નવું જાણવા મળતુ અને જીવન જીવવા માટેનું પ્રેરક બળ મળતું. એમના શિષ્યોએ લખાણ કરી લીધું હતું જેનાથી એમના જીવન વિષે ખ્યાલ આવે છે.
દરિયા સાહેબ ભક્ત કવિ હતા સદાય ભક્તિમાં ડૂબેલા રહેતા હતા જેમાંથી જ્ઞાનના નવા નવા મોતી પ્રાપ્ત કરતા હતા. પોતાની રચનાઓમાં અનેક મહત્માઓનો પણ ઉલ્લેખ કરેલ છે. જેમકે કબીર, ધર્મદાસ (કબીરના શિષ્ય) નાનક, નામદેવ, મીરાંબાઈ, ગોસ્વામી મૂલકદાસ આદિનો પોતાની રચનાઓમાં ઉલ્લેખ કરેલ છે જે બધા જ એમના પહેલા થઈ ગયા છે.
દરિયા સાહેબને ઘણા હિન્દુ માને છે ઘણા મુસલમાન માને છે. આ કારણે થોડો મતભેદ રહેલો છે પરંતુ દરિયાદીલ દરિયા સાહેબને આના માટે કોઈ જ મતભેદ ન હતો. ભેદભાવ પણ ન હતો. હિન્દુ તથા મુસલમાનોને પોતાના શિષ્ય બનાવ્યા હતા અને બન્નેના ધર્મગ્રન્થોથી પરિચીત હતા.
૩૫૮
દરિયાસાહેબના ગ્રન્થમાં એમને સંતપુરુષના પુત્ર(અંશ) જોગજીત (જેને સુકૃત પણ કહેવાય છે.) નો અવતાર માનવામાં આવે છે. સત્તપુરુષે તેમને જીવોને મન અને માયાના ચુંગલમાંથી છોડાવવા પોતાના નિજધામ સંતલોક અથવા છપલોકમાં મોકલ્યા છે.