________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
હે જગતના ભૂષણ ! હે જગત જીવોના નાથ ! આપનામાં રહેલા યથાર્થ ગુણો દ્વારા જ આપનું સ્તવન કરતી ભક્તિ આગળ આપના જેવો બની જાય તો કોઈ એક આશ્ચર્ય નથી. એ તો શક્ય જ છે. કારણકે સ્વામીનું આ જ કર્તવ્ય છે કે તે પોતના આશ્રિત ભક્તને પોતાના સમાન બનાવે છે.
મહાકવિ ધનંજય પણ કહે છે કે .. उपैति भवत्मा सुमुखः सुखानि त्वयि स्वभावत् विमुखस्व दुःखय, સંતાવાતઘુ નિરપેતરુપસ્તયોમાવ રૂાવમસિ . (વિષાયહાર સ્તોત્ર)
હે ભગવાન ! તમે તો નિર્મળ અરિસાની જેમ સ્વચ્છ છો. સ્વચ્છતા એ તમારો સ્વભાવ છે. જે તમને પોતાના નિષ્કપટ ભાવથી જુએ છે. તે સુખને પ્રાપ્ત કરે છે અને જે વિમુખ થઈને કપટભાવથી તમને જુએ છે તે દુઃખને પ્રાપ્ત કરે છે. ભક્તિની ઉપાસના માટે જરૂરી તત્ત્વો –
ભક્તિ તર્ક પસંદ નથી કરતી તે તો શ્રદ્ધાયોગ જ છે. ભક્તિમાં વિવેકની જરૂર છે. વિવેક છે તો ભક્તિ છે અને વિવેક નથી તો ભક્તિ નથી. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ આ કારણથી જ ખ્યાલ આવે છે. વિવેકશક્તિની ભક્તિ જ મનુષ્યને અમરત્વ તરફ લઈ જાય છે. મહાકવિ વાદિ રાજજી પણ કહે છે કે – शुद्धे ज्ञाने शुचिनि चरिते सत्यवि त्वय्यनीचा । 1 । भवितनो चैदनवधिसुखावंधिवा कथं मुक्तिकामस्यं पुंसो मुक्ति द्वारं परिदृढमहामोहमुद्रकपाहम् ।
અર્થાત્ શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર હોવા છતાં પણ અસીમ સુખ આપવાવાળી તમારી ભક્તિરૂપી ચાવી ન હોય તો જેને મહામોહ રૂપી તાળા લાગેલા છે એવું મુક્તિદ્વાર મુક્તિની ઇચ્છા રાખવાવાળા કેવી રીતે ખોલી શકશે ? અહીં કવિએ ભક્તિની તુલનામાં શુદ્ધ જ્ઞાન અને પવિત્ર ચારિત્રને પણ નથી આપ્યું. આ ભક્તિની પરાકાષ્ઠા છે.
1. એકીભાવ સ્તોત્ર, 2. દ્વિસંધાન કાવ્ય
૩૪૪