________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
૩.૧૧ જૈનધર્મ તેમજ જૈનેત્તરધર્મમાં મધ્યયુગીન યોગી, સંત અને ફકીરી સાધનામાં
પ્રગટ થતું તપનું વિશિષ્ટ સ્વરૂપ સંત મત - કબીર, નાનક, ચરણદાસ, દરીયા,
રૈદાસ, શ્રી મોટા, મીરા જૈન ધર્મમાં ભક્તિ
ભક્તિ એક પ્રકારનો યોગ છે. “ભક્તિયોગ જૈન દર્શનમાં જોવા નહિ મળે. પરંતુ યોગના અંતરગત આ શબ્દ બને છે. યોગ શબ્દના અનેક અર્થ બતાવ્યા છે. જેમ કે – યોગ: સન્તનોપાવ્યાનસંતિયુSિ | | 1 ||
યોગનો અર્થ પ્રયોગ અથવા અપ્રાપ્તની પ્રાપ્તિ છે. ઉપાય અથવા રક્ષણનું સાધન પણ અહીં યોગ શબ્દનો અર્થ લેવામાં આવ્યો છે. ભક્તિયોગ શબ્દનો અર્થ છે. આત્મશુદ્ધિ માટે ભક્તિનો પ્રયોગ અથવા ભક્તિ દ્વારા અપ્રાપ્તને પ્રાપ્ત કરવું, પરમાત્માનું સાનિધ્ય પામવા માટે ભક્તિ સર્વોત્કૃષ્ટ ઉપાય છે તથા તે દુર્ગુણોથી બચાવાનું સાધન પણ છે. એટલા માટે અહીં યોગનો અર્થ ઉપાય તથા સનહન એટલે કવચ પણ થાય છે.
ભક્તિનો અર્થ છે ભાવની વિશુદ્ધિથી યુક્ત અનુરાગ. જે અનુરાગમાં ભાવની નિર્મળતા નથી તે અનુરાગ (પ્રેમ) ભક્તિ નથી. સાંસારિક અનુરાગમાં વાસના હોય છે. એટલા માટે એને ભક્તિનું રૂપ નથી આપ્યું. કહ્યું પણ છે કે .... બર્દવાવયવહુશ્રુતપ્રવનેષુ ખાવાવિશુદ્ધિયુત્તોડનુરાને પવિત: I 12. પરમાત્મા સન્ત અથવા શાસ્ત્ર આદિમાં જવાવાળા વિશુદ્ધ પ્રેમને જ ભક્તિ કહેવામાં આવે છે.
ભક્તિનું લક્ષ્ય –
ભક્તિનું લક્ષ્ય ભૌતિક સ્વાર્થ નથી પરંતુ આત્મશુદ્ધિ છે. ભક્તિ આત્મા ને પરમાત્મા બનવાનો સરળ માર્ગ છે. સંસારીઓ આ માર્ગને ગ્રહણ ગણે છે. ભક્તિ શુભોપયોગનું કારણ છે પરંતુ નિષ્કામભાવ આવતા ભક્તિ શુદ્ધોપયોગ બની જાય છે.
ભક્તિનું લક્ષ્ય વ્યક્તિ ઉપાસક નહીં પરંતુ ગુણોપાસક બનવાનું છે. વ્યક્તિની ઉપાસના ત્યારે થાય કે જ્યારે એમના પરમાત્માના ગુણો પ્રાપ્ત થયા હોય. એટલા માટે જ કહ્યું છે કે. 1. અમરકોષ, તૃતીય કાંડ નાનાર્થવર્ગ, ૨૨મો શ્લોક 2. સર્વાર્થસિદ્ધિ.