________________
તપશ્ચર્યા
मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृताम् ।
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तवगुणलब्धये ॥
અર્થાત્ હું મોક્ષમાર્ગના નેતા કર્મરુપી પર્વતને ભેદનાર અને વિશ્વના તત્ત્વોના જ્ઞાતા આવા ગુણોની જેમને પ્રાપ્તિ થાય છે એમને હું વંદન કરું છું.
भवबीजांकुरजलदाः रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुवा हरी जिनो वा नमस्तस्मै ॥
પ્રકરણ ૩
ભવાબીજ અંકુર માટે મેઘના સમાન, રાગાદિક સંપૂર્ણ દોષ જેના નષ્ટ થઈ ગયા છે તેને મારા પ્રણામ છે. પછી તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કેમ ન હોય.
આચાર્ય અકલંકદેવ પણ ગુણોપાસના સંબંધમાં કહે છે કે 'यो विश्वं वेद वेद्यं जननजाल निधेर्भगिनः पारदृश्वा, पौर्वापर्याऽविरुद्धं वचनयनुपमं निषातभवनं यदीयम् । तं वन्दे साधुवंधं, निखिलगुणनिधिध्वस्तदोषद्विषन्तं बुद्धं वा वर्द्धमानं शतदलनिलयं कोशयं वा शिवं वा ।
જેણે જાણવા યોગ્ય બધુ જાણી લીધુ છે જે જન્મરૂપી સમુદ્રના તરંગોથી પાર પહોંચી ગયા છે. જેમના વચન દોષ રહિત છે. અનુપમ છે, જેમણે પોતાના સંપૂર્ણ દોષોને નષ્ટ કરી નાંખ્યા છે. એટલા માટે જેઓ સંપૂર્ણ જ્ઞાનના ભંડાર બની ગયા છે. આ કારણે સંતો પણ જેમને વંદન કરે છે તેને હું વંદન કરું છું. પછી તે ભલેને કોઈ પણ હોય...બુદ્ધ હોય, વર્ધમાન હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય અથવા મહેશ હોય.
આ બધા જ ઉદાહરણો આપણને એ બતાવે કે ભક્તિનું સ્થાન ગુણ છે, વ્યક્તિ નહી. એટલા માટે જૈનદર્શન ભક્તિનો આધાર ગુણોને માને છે.
પૂ.માનતુંગ આચાર્યજી પણ એમ જ કહે છે કે.....
नात्यदभूतं भुवनभूषण भूतनाथ । भूतैर्गुणौर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किंवा । भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥
૩૪૩