________________
તપશ્ચર્યા
ભક્તિનું ફળ
જૈનાચાર્યોએ ભક્તિને એક નિષ્કામ કર્મ માન્યું છે. જો એમાં ફળની ઇચ્છા થઈ જાય તો તે વ્યર્થ છે. જૈનશાસ્ત્રોમાં ફળની ઇચ્છા માટેનું મહત્ત્વ હોય તો તેને નિયાણું કહ્યું છે. નિદાન એટલે એક પ્રકારનો કાંટો છે. ભક્તિની સામે તો સદા મુક્તિનો આદર્શ હોવો જોઈએ તેનાથી તે કયાંય ભટકતો નથી. ભક્તિનું સાચુ ફળ જ આ છે કે જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રત્યેક માનવ જન્મમાં ભગવાનની ભક્તિ મળતી રહે છે. આ જ આશયને સ્પષ્ટ કરતાં મહાકવિ ધનંજય કહે છે કે....
छाया
इति स्तुतिं देव विधाय वैन्याद्, वरं न याचे त्यभुपेक्षकोऽसि । ।२। तरुं संश्रयतः स्वतः संचात्, वीरछाययाऽऽत्मलोभिः । अथास्ति दित्सा यदिवोपरोधः त्वच्येव सवतां दिश भवित बुद्धिं । करिष्यते देव तथा कृपां में, को वात्मपोष्ये सुमुखो न सूरीः ।
પ્રકરણ ૩
હે નાથ ! આ પ્રકારની સ્તુતિ કરીને હું આપની પાસે કોઈ વરદાન નથી માંગતો. કારણ કે કોઈની પાસે કાંઈ પણ માંગવું તે એક પ્રકારની દીનતા છે. સાચુ તો એ છે કે આપ પણ એનાથી ઉદાસીન છે. આપનામાં રાગ નથી. દ્વેષ નથી. રાગ વિના કોણ કોની આકાંક્ષા પૂર્ણ કરવામાં પ્રવૃત થઈ શકે ? જેમ છાયડો આપવાવાળા વૃક્ષ નીચે બેસીને ફરી છાંયડાની યાચના કરે તો તે વ્યર્થ છે. કારણ કે નીચે બેસવવાળાને તો પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે.
આ બધુ થવા પર પણ જો આપ આ સ્તુતિનું કોઈ ફળ આપવા માંગતા હો તો આટેલો જ મારો આગ્રહ છે કે હે ભગવાન ! આપ મને એવું વરદાન આપો જેનાથી આપની ભક્તિમાં જ મારુ મન લાગી રહે. આં કૃપા મારા પર જરૂર કરજો કવિ પણ આજ વાત કહે છે.
यद्यस्ति नाथ भवदंघ्रिसरोरुहाणाम् भक्ते फलं किमपि सतत्ति संचितायाः तन्मे त्वमेवलीशरणस्य शरण्यभूयाः स्वामी त्यमेव भुवनेऽत्र भवान्तरेपि ।
હે ચરણરૂપ પરમાત્મા ! આપના ચરણકમળોની સતત સંચિત ભક્તિનું જો કોઈ ફળ હોય તો તે આજ હોવું જોઈએ કે આ જન્મ અને હવે પછીના જન્મમાં આપ જ મારા સ્વામી બનો કારણકે આપનાથી વધીને મારુ કોઈ જ શરણ નથી.
ભક્તિ સાહિત્ય
જૈન સાહિત્યમાં ભક્તિ સાહિત્ય અથવા સ્વતંત્ર ગ્રન્થોનો ઉલ્લેખનીય સ્થાન છે. તીર્થંકરો,
૩૪૫