________________
તપશ્ચર્યા
પ્રકરણ
જવાની કે વિશિષ્ટ બાહ્યાચારની જરૂર નથી. સારા ગુરુ જ સાચો રસ્તો બતાવે છે.
નાનકજીએ જગતને ક્ષણિક તરીકે વર્ણવ્યું છે. “તું કોની સામે મિત્રતા બાંધે છે ? આ સમસ્ત જગત ક્ષણિક છે. પ્રભુ વિના બીજું બધું જ મિથ્યા છે.” । 5 ।
3
નાનકજીએ પોતાને તુચ્છ, નિરાધાર અને પરાધીન હોય તો સામાન્ય માણસની તો વાત જ શી રીતે કરવી ? માણસના સ્વરૂપ વિશે ખ્યાલ આપતા કહેવાયું છે કે “નાનક ઇશ્વરનો સેવક છે અને ઇશ્વર જ પરમતત્ત્વ છે.” । 6 । માણસના દુઃખનું કારણનું વિશ્લેષણ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે “જ્યાં સુધી માણસ એમ ધારે છે કે હું બધું કરું છું ત્યાં સુધી તેને કોઈપણ જાતનું સુખ મળતું નથી.” । 1 | માનવી માત્ર નિમિત્ત છે અને ઇશ્વરઆજ્ઞા જ સર્વસ્વ છે એમ જણાવતા કહેવાયું છે “ઇશ્વરની આજ્ઞાથી બધા ઉત્પન્ન થયા તેની જ આજ્ઞાથી બધા પોતાનું કામ કરે છે તેની આજ્ઞાથી જ મનુષ્ય સામમાં લીન થાય છે. ઇશ્વરની ઇચ્છા હશે એ પ્રમાણે જ બધું થશે તેના પ્રાણીઓ પાસે જરાય સત્તા નથી. । ૧ ।
મનુષ્યનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમ જ પોતે ઇશ્વરાધીન છે અને આ જગત પણ ક્ષણિક મિથ્યા છે. ઇશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરી તેની સાથે એકાકાર સાધવો એને મોક્ષ તરીકે સ્વીકારે છે પરંતુ આ શબ્દોથી જ ઇશ્વરનું જ્ઞાન મળતું નથી. ઇશ્વરની કૃપાથી જ માણસને તે જ્ઞાન મળે છે. જ્યારે દયાળુ પરમાત્મા દયા કરે છે ત્યારે જ સાચા ગુરુ મળી આવે છે. આમ મોક્ષની પ્રાપ્તિ માટે સન્નામ જપ ઉપરાંત બીજી બે બાબતો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એક તો ઇશ્વરની કૃપા અને બીજું ગુરુની દોરવણી, ગુરુનું શરણ સ્વીકાર્યા વિના એની દોરવણી કેમ મળે ? અને ઇશ્વરના આદેશનું પાલન કર્યા વિના એમની કૃપા ક્યાંથી પ્રાપ્ત કરી શકાય ?” સાચા ગુરુ વિના તને માર્ગ મળવાનો નથી, અને ગમે એટલો શાસ્ત્રાર્થ કરવામાં આવે તો એ કોઈએ ગુરુ વિના ઇશ્વરને મેળવ્યો નથી.
5. એજ - પા. ૪૦૦.
6. એજ પા. ૭૮
શીખધર્મમાં યજ્ઞ કે મૂર્તિ સ્વીકારવામાં આવી નથી. એમાની સરળ વિધિ આ પ્રમાએ બતાવી છે. “નામનો જપ કરો. નામનું સ્મરણ કરો, નામનો જ વ્યવહાર કરવો.”
“ પવિત્ર નામ જ મારો આધાર છે”
“એક પરમાત્માના નામનો જપ કરવો એ એક જ બધાનું મુખ્ય કર્તવ્ય છે.”
૩૪૮