________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
પ્રાર્થના કરતા તો બધું પૂરું થયું તે બધા વિખૂટા પડવા માંડ્યા ત્યાં તેમને શ્રી સદ્ગુરુના સહસા દર્શન થયાં ને ગદ્ગભાવે પગે પડ્યા તેમણે પીઠ થાબડીને માથા પર હાથ મૂકી હુકમ કર્યો કે અહીંથી નગ્ન થઈને તારે ઘરે ચાલ્યો જા. એમને સાચેસાચ દિલમાં લાગી ગયું કે હવે આ ખરેખરી પળ આવી ગઈ છે. આ પળ ચૂકીશ તો હાથમાં આવેલી બાજી હાથમાંથી જતી રહેશે. આ પળ જ પ્રેમ ભક્તિથી આજ્ઞા પાળવાની સાચી પળ હતી. આ જ સાચી તપશ્ચર્યા હતી. દેહનું મમત્વ દેહની મડાગાંઠ અને દેહ પરનો સંકોચ - તે બધાથી મુક્ત થવાના આ એક અમૂલો પ્રસંગ ભગવાને કૃપા કરીને અપાવ્યો. હિંમત કરીને વસ્ત્રનું આવરણ દૂર કર્યું કે તરત જ શરીરના રોમેરોમમાં એક એવા પ્રકારનાં ભાવ ને મસ્તી પ્રગટ્યાં અને તેનો આવેશ ને જુસ્સો એટલો પ્રચંડ હતો કે જમીન પર પગ પણ ટેકવી શકતા ન હતા જાણે પૃથ્વીથી અધ્ધર ઊડતો હોઉં એવું લાગવા માંડ્યું. અંતરમાં એક અલગ જ પ્રકારનો અનુભવ પ્રગટવા લાગ્યો. ફરી શ્રી સદ્ગુરુ મળ્યા તેમની આજ્ઞાનું પાલન થયું જેનો તેમનો ખૂબ જ સંતોષ હતો.
શ્રી સદ્દગુરુની કૃપાથી નીરવતાનો સાક્ષાત્કાર ૧૯૩૦માં વૈતનો સાક્ષાત્કાર ૧૬૩૪માં અને પાંચ વર્ષ પછી ૧૯૩૯માં અદ્વૈતનો સાક્ષાત્કાર થયેલો. અદ્વૈતના સાક્ષાત્કારની ક્ષણથી મુક્તની દશા પ્રવર્તતી હતી ત્યારે શ્રી મોટાના અંતઃસ્થલમાંથી શબ્દો સરી પડ્યા કે...
દીસે બારે મેઘો સમ વર્ષનો પ્રેમ જીવને. I 1 / ડૂબે છે. તેમાં જે તરી જઈ બને ધન્ય બસ તે (અનુષ્ટપ) પ્રભુમાં સર્વ આધાર, શ્રદ્ધા વિશ્વાસ જીવતાં, 2 / જેને બેઠાં હશે ઊંડાં, તેવાં નિર્ભય રે સદા. સર્વ શ્રેષ્ઠ પ્રભુ જાણી અને મહત્વ આપજો, જે તે કાર્યમથી એનો ઊંડો ખ્યાલ ધરાવજો . તપશ્ચર્યા કરતા જે અનુભવ થયો તેની પણ સુંદર વાત કરી છે. નવ ગુણો બતાવ્યા છે. (૧) ખંત (૨) સહિષ્ણુતા (૩) ઉદારતા (૪) નમ્રતા (૫) તમસ-રજસ-સત્વ (૬) સમતા (૭) પ્રસન્નતા (૮) સહજતા (૯) જાગૃતતા. ૧. જીવનસંશોધન – આ.૨, પૃ. ૧૫-૧૬. ૨. જીવન પગલે, આ.૧., પૃ.૧૩,
૩૫૧