________________
તપશ્ચર્યા
નાનક જ્યારે ત્રણ દિવસ પછી જંગલમાંથી આવ્યા ત્યારે પોતાની પાસે જે હતું તે બધું જ ગરીબોને વહેંચી દીધું. આથી સામાન્ય લોકો એમને ભૂત-પ્રેત વળગ્યું હોય એમ માનવા લાગ્યા, પરંતુ નાનક એમની રીતે આગળ વધતા જ ગયા. પોતાના સમય ઉપર સ્પષ્ટપણે વક્તવ્ય આપતા એમણે કહ્યું, “આ કળિયુગ એક ચપ્પુ જેવું છે. રાજાઓ ઘાતકી છે. જગતમાંથી ન્યાય અદશ્ય થયો છે અસત્યની અમાવસ્યાની આ રાત્રિએ સત્યનો ચંદ્ર કદીયે ઊગશે નહીં. | 1 |
પ્રકરણ
નાનકે બાહ્ય વસ્ત્ર ધારણમાં હિંદુ અને મુસ્લિમ એવા વસ્ત્રો પરિધાન કર્યા. એ દિવસ એમણે મૌનવ્રત કર્યું અને બીજે દિવસે એમણે શીખધર્મના જે કથનમાં શીખધર્મના બીજ રહેલા છે એ રહસ્યમય મહાન સત્ય ઉચ્ચાયું : “કોઈ હિંદુ નથી, તેમ કોઈ મુસલમાન પણ નથી” | 2 |
-
નાનકજીને જ્ઞાન પ્રાપ્ત થયું એ સત્ય જ્ઞાનનો પ્રકાશ દરેકને મળે એટલા માટે અનેકસ્થળે જઈ પરિભ્રમણ કર્યું તેઓ સિલોન અને મક્કા સુધી પણ ગયા હતા. એમની ધર્મપ્રચાર કરવાની રીત સરળ હતી અને લોકોને સાચા ધર્મનો ખ્યાલ આપવાને માટે તેઓ બળનો નહિ પણ સ્નેહ અને સમજણનો આશ્રય લેતા હતા.
3
એમને ભક્તિ કરતા કરતા કે પ્રાર્થના કરતા કરતા પશ્ચાતાપ થયો તે ખૂબ જ અદ્ભુત હતો. તેમણે કહ્યું કે “હું પવિત્ર નથી, હું સત્યવાદી નથી, હું વિદ્વાન નથી, હું જન્મથી જ મૂર્ખ છું,' | 3 |
1. હેસ્ટિંગ્ઝ એનસાઈક્લોપિડિયા ઑફ રિલિજિયન - ઍન્ડ ઇથિક્સ, ૯-૧૮૩.
2. ટ્રમ્પ
પા. ૩૮
૩. ટ્રમ્પ
પા. ૬૪૨.
4. એજ - પા. ૬૪૪.
“રાત-દિવસ હું નિંદા કરું છું. હું નીચ અને નિરુપયોગી છું. હું મારા પડોશીના ઘરનો લોભ રાખું છું. કામ અને ક્રોધરૂપી ચંડાળો મારા હૃદયમાં વસે છે. હે જગતના સર્જનહાર ! હું શિકારીની જેમ રહું છું. સાધુનો વેશ ધારી બીજાઓને જાળમાં ફસાવું છું. ઠગારાઓના દેશમાં હું પણ એક ઠગારો છું. હું નિમકહરામ છું. તેથી તેં મારે માટે જે કંઈ કર્યું છે. તેના હું ગુણ માનતો નથી. હું દુષ્ટ અને અપ્રમાણિક છું તેથી હું મારું મોં તને શી રીતે બતાવી શકું ? | 4 |
-
પરમ બ્રહ્મને પ્રાપ્ત કર્યા પછી નાનકે આપેલા ઉપદેશમાંથી માનવ વ્યવહાર અને વિધિ વિશેના કેટલાંક સૂચનો પણ નિષ્પન્ન થાય છે. પરમસત્ય એક જ હોવાથી એની પ્રતીતને માટે કોઈ સ્થળે
-
૩૪૭.