________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
તપની શક્તિવાળા વિધિ મુજબ તપ કરે. શક્તિ વિનાના તપ કરનારને અનુકૂળતા કરી આપે. તપ કરાવવાની પણ શક્તિ વિનાના તપ અને તપસ્વીનું તથા તપ કરાવનારનું ભાવપૂર્વક અનુમોદન કરે તો તે બધા જીવો આત્મકલ્યાણના ભાગી બની શકે છે. તેઓનો આ અસાર સંસારથી વહેલો નિસ્તાર થાય. सव्वत्थ भगवया अनियाणया पसत्था।
ઠાણાંગ સૂત્ર – ૬, વ્યવહાર - ૬ ભગવાને સાધકને માટે નિદાન રહિત તપ સાધના જ પ્રશસ્ત બતાવી છે. જ્ઞાનયુક્ત તપનું ફળ :
જૈનધર્મમાં તપને એક સાધના માની છે. સાધના શા માટે કરવામાં આવે છે ? સાધ્યને પ્રાપ્ત કરવા માટે. સાધ્ય શું છે? સાધ્ય છે મુક્તિ. મુક્તિ ક્યાં છે? આત્માનાં નિજ સ્વરૂપમાં સ્થિર રહેવું. स्वरुपावस्यानं मुक्तिः.
આત્માના પોતાના સ્વરૂપમાં પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોના વિકાસની પૂર્ણ સ્થિતિમાં પહોંચી જવું તે મુક્તિ છે. માટે સ્પષ્ટ છે કે મુક્તિ રુપ સાધ્યને પ્રાપ્ત કરવાની સાધના છે તપ.
આત્માનું સાચું સ્વરૂપ ઓળખવું એ સાધનાનો વિવેક છે. વિવેક વગર સાધના થઈ શકતી નથી. સાધનામાં વિવેકની અનિવાર્યતા બતાવવા આચાર્ય શ્રી કહે છે કે –
विवेगमूलो धम्मो ધર્મ સાધનાનું મૂળ વિવેક છે. એનાથી પણ આગળ કહ્યું છે કે વિવેનો મોવો
(આચારાંગ સૂત્ર ચૂર્ણિ ૧-૭-૧) “વિવેક જ મોક્ષ છે. આનો ભાવ એ છે કે સાધનાનું મૂળ જ્ઞાન છે. તપ-સંયમ રૂપ આચારના અધિષ્ઠાતા છે.
આત્મા નીવાક્ષો મMડુ માયારો ! (દશવૈકાલિક સૂત્ર નિયુક્ત – ૨૬૨) આત્મા જ તપનું આચરણ કરે છે. આચાર્ય શ્રી કુંદકુંદજી કહે છે કે આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? જવાબમાં કહ્યું
आत्मा प्रज्ञां आत्मा प्रज्ञा द्वारा
જ તો fથપ્પા મMા ? HvUIણ તોડ fથપ્પણ કMI (સમયસાર - ૨૯૬) જડ અને ચેતનના ભેદ દ્વારા જ આત્માનું જ્ઞાન અર્થાત ચૈતન્યનો અનુભવ થઈ શકે છે.