________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
તમામ પ્રકારના સુખનો ત્યાગ કરી શીવત્વ તરફ આગળ વધવાની વાત કરે છે. એક દષ્ટિએ જોઈએ તો અઘોરી સંપ્રદાયના મૂળ હિન્દુ સંસ્કૃતિ જેટલા જ પ્રાચીન છે. પરંતુ અઘોરી સંપ્રદાયને તેના વર્તમાન સ્વરૂપને જોતા તેનો ઉદ્દભવ “કિનારામ” અઘોરી નામના અઘોરી સંતથી શરૂ થયો હોય તેમ જણાય છે. કિનારામને શીવનો અવતાર માનવામાં આવે છે. તેઓએ કઠોર તપશ્ચર્યા દ્વારા અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી અને લોકો માટે તેનો રચનાત્મક ઉપયોગ કરતા હતા. કિનારામનું મંદિર વારાણસીમાં આવેલું છે અને આ સંપ્રદાય માટે તે ખૂબ જ મહત્વ તેમ જ પવિત્ર માનવામાં આવે છે.
કેટલાકના મત મુજબ આ સંપ્રદાયના પ્રવર્તક દત્તાત્રેય હતા. અઘોરીઓ ભગવાન શીવને માનવીય સ્વરૂપનું પ્રતીક માને છે. તેઓ મહઅંશે સ્મશાન કે કબ્રસ્તાનમાં નિવાસ કરતા હોય છે. આનો અર્થ એ થાય છે કે સ્મશાન એ જ અન્તિમ દ્વાર છે. અઘોરીની રીત રસમ જોઈએ તો તેઓ નગ્ન અવસ્થામાં લોકોથી દૂર જંગલમાં ફરતા હોય છે. ગુફાઓમાં રહેતા હોય છે. અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરતા હોય છે. મર્ય લોકોથી તેમને કોઈ નાતો હોતો નથી અને તેના કારણે જ તેઓ માનવીય પ્રેમ, લાગણી, ઈર્ષા, અસુયા, ભ્રમ કે ધૃણાથી પર હોય છે. તેઓને કોઈ જ જાતને માનવીય લાગણીઓ સંબંધી કે માનવીય પ્રેમ હોતો નથી.
ઉત્તર ભારતમાં કાપાલ (ખોપરી) સાથે ફરતા અનેક અઘોરીઓ જોવા મળે છે. જેમાં સડેલો ખોરાક પશુની વિષ્ટા, માનવમૂત્ર કે માનવવિષ્ટા અને કોઈપણ વસ્તુનો સમાવેશ થતો હોય છે. અઘોરી એમની નિત્યવિધિ ખૂબ જ નિયમીતપણે કરતા હોય છે. જેને કારણે તેઓ અઘોરત્વને પામી શકે છે. તેમની અન્તિમ નિત્ય રીતિમાં એક વખત તો અચૂક સડેલામાંસનો સમાવેશ થાય છે અને એક વખત તો અચૂક મડદા ઉપર બેસીને સાધનામાં આગળ વધતા જાય છે. તેમ તેમ તેમને વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓમાં કેટલીક બુદ્ધિ ગમ્ય લાગતી ન હોય છતા કેટલાક સાધકોએ જાહેર પ્રયોગો કરી બતાવ્યા છે. આમાંથી કેટલીક શક્તિઓના ઉદાહરણ લઈએ તો કસમયે આકાશમાંથી વરસાદ વરસાવવો અથવા તો વરસાદને રોકી દેવો વિગેરે.
અઘોરી સામાન્ય નિયમ પ્રમાણે તેઓ મનુષ્યને કોઈપણ જાતના સુખ કે આનંદનો ત્યાગ કરી તે દ્વારા જ આત્મસિદ્ધિ સાધવી તે તેમનો મુખ્ય ધ્યેય હોય છે. ભૂતકાળમાં અનેક મહાન સાધકો થઈ ગયા તેમનામાંથી કેટલાકનો ઉલ્લેખ કરીએ તો દત્તાત્રેય, કિનારામ, તોયેગાસ્વામી, અઘોરેશ્વર, અઘોરેશ્વર મહાપ્રભુ બાબાનો સમાવેશ થાય છે.
તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો અઘોરી તત્ત્વચિંતન એ સંપૂર્ણપણે અદ્વૈત છે, દ્રતનો સંપૂર્ણ વિચ્છેદ અને શીવ એ જ માત્ર એક જ વાસ્તવિકતા વિદ્યમાન છે તેમ અઘોરી પ્રાયઃ ચિંતન માને છે. અઘોરીઓના