________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
આ પ્રમાણે આજીવક મતની વાત બતાવી છે. (૨) પરિવ્રાજક શ્રમણ –
પરિવ્રાજક શ્રમણ બ્રાહ્મણ ધર્મના લબ્ધિ પ્રતિષ્ઠિત પંડિત હતા. વશિષ્ઠ ધર્મસૂત્ર અનુસાર તેઓ મસ્તકનું મુંડન કરતા હતા. I 3 I
ભિક્ષાથી આજીવિકા કરવાવાળા સાધુને પરિવ્રાજક માન્યા છે. / 4પરિવ્રાજકો ચામડુ અથવા એક કપડુ રાખતા હતા. ગાયો દ્વારા ઉખાડવામાં આવેલા છાણ દ્વારા શરીરને ઢાંકતા હતા અને જમીન પર સુઈ રહેતા. આચારશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રને જાણવા માટે થઈને વિવિધ સ્થળે પરિભ્રમણ કરતા હતા. તેઓ છ અંગના જ્ઞાતા હતા. અન્ય પરિવ્રાજકો આ પ્રમાણે હતા. ૧. સંખા - સાંખ્ય મતવાળા હતા. ૨. જોઈ - યોગી જેઓ અનુષ્ઠાન પર જોર માપતા હતા. ૩. કપિલ – જે ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનતા ન હતા. ૪. ભિઉચ્ચ - ભૃગુ ઋષિના અનુયાયી. ૫. હંસ - જે પર્વતમાં, ગુફામાં, આશ્રમમાં રહેતા હતા. I 2 I ૬. પરમહંસ - નદીના કિનારે રહેતા હતા. ૭. બહુઉદય - ગામમાં એક રાત્રી અને શહેરમાં પાંચ રાત્રી રહેતા હતા. ૮. કુડિÖય - જે ઘરમાં રહેતા હતા. ક્રોધાદિનો ત્યાગ કરવામાં પ્રયત્નશીલ રહેતા હતા. ૯. કન્તપરિવ્રાયગ - નારાયણના પરમ ભક્ત હતા. ૧૦. બ્રાહ્મણ પરિવ્રાજક - અંબલ આદિનો ઉલ્લેખ છે. ૧૧. પરાશર - કાચુ પાણી અને બીજ રહિત ફળનો ઉપયોગ કરતા હતા. ૧૨. કહદીવાયણ - મહાભારતમાં ઉલ્લેખ છે.
1. ઠાણાંગસૂત્ર, . ૪-૨૨, ૩૫૦ 2. ભગવતી સૂત્ર, ઉ. ૫. ૨૧૮ 3. डिक्सनारी ओफ प्रोपैर नेम्स जिल्द २, पृ.१५९ मलालसेकर 4. નિરુક્તિસ વૈદિક કોશ, ૧/૪