________________
તપશ્ચર્યા
૩.૭ તાઓ ધર્મ
તાઓ ધર્મ –
-
પ્રકરણ
-
૩
ચીન દેશમાં મુખ્યત્વે આ ધર્મ રહેલો છે. ચીનમાં આચાર-આચરણનો ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.
તાઓ ધર્મ તર્ક સંગત ધર્મ છે. લાઓત્સે એ આ ધર્મને જન્મ આપ્યો છે. તાઓ શબ્દ બહુ જ ગૂઢ શબ્દ છે. તાઓ પરબ્રહ્મ છે. વિશ્વનું મૂળ છે. સ્વયંસિદ્ધ છે તે અસીમ છે, અનાદિ છે. તેને ગ્રહણ કરવો, તેનું ચિંતન કરવું મુશ્કેલ છે. તેનું કોઈ નામ નથી. તેનું કોઈ રૂપ નથી. તે બધામાં છે અને છતાંય બધાથી ઉપર છે.
વિનોબાભાવેએ પણ “રહિમ તાઓ તૂ” ભગવાનના નામથી માળા બનાવી છે. રહિમ એટલે દયાળુ. તાઓ એટલે તટસ્થ, ભરપુર દયા માટે તટસ્થ રહેવું જરૂરી છે. તાઓ શબ્દ તન ધાતુ ‘તનું. વિસ્તારે'થી તાઓ શબ્દ બન્યો છે. તેનો અર્થ થાય છે બધી જ જગ્યાએ વ્યાપ્ત રહેવાવાળું તત્ત્વ.
૩૩૬
તાઓને પામવા સહજ માર્ગને ‘તેહ’ કહે છે. ‘તેહ’માં જીવન છે, પ્રેમ છે, પ્રકાશ છે. ઈચ્છા છે. તાઓને પામવા માટે આ માર્ગને પકડવાની વાત કહેવામાં આવી છે. તાઓનું માનવું છે કે જ્ઞાની કશુ જ કરતા નથી બધુ જ આપમેળે થયા કરે છે. શું ફૂલ તેની સુગંધ ફેલાવવા ક્યાંય જાય છે ? તે તો આપોઆપ બધે ફેલાય છે. તાઓને પામ્યા હોય તેવા જ્ઞાનીના સદ્ગુણ આપોઆપ પોતાની ખુશ્યુ ફેલાવે છે. એ ગુણો આપમેળે જ વિકસીત થાય છે. સહજ ભાવથી જેમ કે ફુલોની સુગંધ, સુરજની રોશની, ચંદ્રની ચાંદની.
તેહમાં બધા જ સદ્ગુણો આવી જાય છે જેને કહેવામાં આવે છે વૂળી. વૂળીમાં કશુ પણ કરવામાં નથી આવતું. તપ દ્વારા દુર્ગુણોને બાળી નાખી એને ન કોઇ વાસના, ન કોઇ ઇચ્છા, ન કોઇ કામના બસ શાંતિશાંતિ-પરમશાંતિ અને જે વ્યક્તિ જેને કશું કરવાનું નથી તે મોં બંધ રાખશે. આંખો અને કાન પણ. હું કશુ જ કરતો નથી, જે કાંઇ બની રહ્યું છે તે આપોઆપ બની રહ્યું છે. સહજ ભાવથી બની રહ્યું છે. (આ અકર્મની સ્થિતિ જેનું વર્ણન જૈન દર્શનમાં તેમજ ગીતામાં પણ વર્ણન છે.) ભલું કે બુરું જેવું પણ ફળ મળે તે મને મંજૂર છે. તારા કાંટાઓથી પણ મને પ્યાર છે. તારા ફુલોથી પણ પ્યાર છે.
આખા ધર્મમાં માનવાવાળી વ્યક્તિ સરળ જ હોય. તેને ન ધન જોઇએ, ન માન-સન્માન, ન પદ