________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
૩.૮ કોન્ફયુસિયસ ધર્મ શિષ્ય પૂછે છે. એક શબ્દમાં જણાવો કે મનુષ્યનું કર્તવ્ય શું છે? કન્ફયુશિયસે કહ્યું – ભાઈચારો અને પ્રેમ. કોઈની પણ સાથે એવો વ્યવહાર ન કરો જેવો વ્યવહાર તમે ચાહતા નથી કે કોઈ તમારી સાથેકરે. કન્ફયુશિયસે માનવીય ગુણો ઉપર સૌથી અધિક ભાર મૂક્યો છે. તેઓ માનતા હતા કે વિવેક, ન્યાય, સરળતા, સત્ય સૌનું હિત. સૌનું કલ્યાણ, સવૃત્તિ વગેરેનો વિકાસ થવો જોઈએ. આ સહુ સદ્ગુણોનો મનુષ્યોમાં ભરપૂર વિકાસ થાય તો સમાજ સુખી અને પ્રસન્ન બની શકે છે.
તેઓ અચૂક માનતા હતા કે બધા જ મનુષ્યો જન્મથી સારા જ હોય છે. તેઓમાં રહેલા સગુણોનો જો યોગ્ય રીતે વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે જરૂર સારો ઇન્સાન બની શકે છે. તેના માટે જોઈએ સારું શિક્ષણ અને સારું અધ્યયન.
ચીનમાં લૂ નામનો એક પ્રદેશ છે જેને આજે શાતંગ કહે છે. અહિ એક ગામ થાત્સૌમાં ઇ.સ. પૂર્વે ૫૫૧ વર્ષ પહેલા કફ્યુશિયસનો જન્મ થયો હતો. જન્મ સમયે તેમના કાન મોટા હતા. મોટા કાનવાળા બુદ્ધિશાળી હોય છે એવી લોકોક્તિ પણ છે.
નોકરી કરતા તેઓ ઇતિહાસ, કવિતા અને સંગીતનું અધ્યયન કરતા સાંજના સમયે ઘરે બેઠા થતી વિવિધ ક્ષેત્રના લોકો આવતા અને જાતજાતના સવાલો પૂછતા. તેઓ તેમની બુદ્ધિ પ્રમાણે જવાબ આપતા. ૩૪ વર્ષને ઉમરે વિદ્યાલય શરૂ કર્યું ને ૩૮૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા. બાવન વર્ષની ઉંમરે લોકોના આગ્રથી મંત્રીપદ સ્વીકાર્યું.
જીવનનો અર્થ સમજાવતા એમણે કહ્યું કે જીવનની મૂળભુત વસ્તુ પ્રેમ છે. પ્રેમ એટલે કે દરેક મનુષ્યને સાચા દિલથી પ્યાર કરવો. પ્રેમ કેવી રીતે કરવો તે બતાવતા કહ્યું કે આપણે કર્મ ઉપર ધ્યાન આપવું જોઇએ, ફળ પર નહીં. પ્રેમથી શું ફળ મળે? જવાબ આપતા કહ્યું કે પ્રેમ સ્વયં ફળ સ્વરૂપ છે. પ્રેમના લીધે બધી જ વસ્તુમાં સુંદરતા આવી જાય છે. પ્રેમથી શાંતિ મળે છે. એમનું માનવું હતું કે પ્રેમ વગરનું જીવન, જીવન નહીં પણ મૃત્યુ છે. બુદ્ધિમાનની વ્યાખ્યા આપતા કહ્યું કે જેનું આચરણ શુદ્ધ છે. જે સાચા માર્ગે ચાલે છે અને ક્યારેય અતિમાં રાચતો નથી આવી અનેક વાતો કરી છે. કફ્યુશિયસો માનવીય ગુણો ઉપર સૌથી અધિક ભાર મુક્યો છે. તેઓ માનતા હતા કે વિવેક ન્યાય, સરળતા, સત્ય, સૌનું હિત, સૌનું કલ્યાણ, સવૃત્તિ વગેરેનો વિકાસ થવો જોઇએ. કફ્યુશિયસના કક્યુસ ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. જે વાત તમને ના પસંદ હોય, તે બીજા માટે ક્યારેય ન કરો કે ન વિચારો તેમણે પ્રેમ, ન્યાય, નમ્રતા, વિવેક સચ્ચાઈ અને ઈમાનદારી આ પાંચ વાતો ઉપર ભાર મુક્યો છે.