________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
કે ન પ્રતિષ્ઠા. પરિગ્રહને ગલત માને છે. સાદગી તેનું ભૂષણ છે. તેના કારણે તે બધા ઉપર પ્રેમ રાખે છે. બધા જ દુઃખોનું મૂળ છે પ્રેમનો અભાવ. જ્ઞાન અને આનંદનો માર્ગ જીવનમાં નમ્રતા અને પ્રેમ કેળવવાથી જ મળે છે. ધર્મ કે તપનો મહિમા બતાવતા કહ્યું છે કે જે આપણી સાથે પ્રેમપૂર્વક ન વર્તે છતાંય તેની સાથે પ્રેમપૂર્વક જ વર્તવું જોઈએ. એમ તાઓ ધર્મનું કહેવું છે. તાઓ ધર્મમાં યુધ્ધની પણ મનાઈ ફરમાવી છે. યુદ્ધ એ બધી જ બુરાઈનું મુળ છે.
તાઓ ધર્મનો મૂળ ધર્મગ્રંથ છે. તાઓ તેહ કિંગ, નાનકડા આ ગ્રન્થમાં વિચારોનો રત્ન ભંડાર છે. તાઓ ઘર્મની ખૂબ જ પ્રચલિત જો કોઈ વાત હોય તો ચીન અને ચાંગ તાઓ ઘર્મ માને છે. કે પ્રકૃતિના બે પાસા છે. ચીન અને ચાંગ, ભલો અને બૂરો, પ્રકાશ અને અંધકાર, ગરમી અને ટાઢ, પુરૂષ અને સ્ત્રી આ બન્નેના મિલનથી જ પૂર્ણતા આવે છે. બન્ને એકબીજાના પૂરક છે. આ જ રીતે સમગ્ર માનવજાત એક છે. ઉપર ઉપરનો ભેદ નગણ્ય છે. ભીતરમાં તો બધામાં એક જ તત્ત્વ ખીચોખીચ ભરેલો છે.
તાઓ ધર્મના સ્થાપક બાઓર્ભે ઇ.સ. પૂર્વે ૬૦૪ની સાલમાં ચીનના વ્યુ પ્રદેશના ચૂઝનમાં તેમનો જન્મ થયો હતો. બાળપણનું નામ “લી' હતું ચીની ભાષામાં લીનો અર્થ છે બોર, બોરડીના ઝાડ નીચે તેમનો જન્મ થયો હતો માટે લી નામ રાખેલ. જન્મ સમયે તેમના વાળ સફેદ હતા. લોકોને લાગ્યું કે બાળક જન્મથી જ અસાધારણ બુદ્ધિશાળી હોવો જોઈએ.
તાઓના સરકારી ગુપ્ત રેકોર્ડને રક્ષક તરીકે નોકરી કરી, પરંતુ તેઓ હંમેશા નિર્લેપ ભાવથી પોતાનું કામ કર્યે જતા હતા. લાઓએ નિવૃત્તિ માર્ગી હતા. ધ્યાન, ચિંતન અને મનન તપમય જીવન તેઓનો સ્વભાવ હતો. લોકો તેમને સાધુ મહાત્મા સ્વરૂપે જોવા લાગ્યા.
(૩૩૭.