________________
તપશ્ચર્યા
૩.૯ શિન્તો ધર્મ
શિન્તો શબ્દ સહુ પ્રથમ ૭૨૦ની સાલમાં નિહોનસોકી એ પ્રયોજ્યો. શીન્તોમાં તાઓધર્મના પણ ઘણા તત્ત્વો જોવા મળે છે.
શીન્તોએ જાપાનની આધ્યાત્મકતાનો હાર્દ છે. શીન્તોનો અર્થ “દેવોનો માર્ગ” એવો થાય છે. જેને જાપાની ભાષામાં “કાનાનગારનો માર્ગ” એવો થાય છે. જેને જાપાની ભાષામાં “કાનાનગારનો મિચિ” તરીકે ઓળખવામાં આવે છે. શીન્તો એ જાપાનનો મૂળભૂત ધર્મ છે. જેમાં જાપાનની વિભિન્ન માન્યતાઓ પરંપરાઓ અને આચરણોનો સમાવેશ થાય છે. શીન્તો ઉપર બૌદ્ધ, તાઓ કન્ફ્યુશીયસ ધર્માની અસર વર્તાય છે. જાપાનમાં સાંસ્કૃતિક અભિગમોનો ઉલ્લેખ કર્યા સિવાય શીન્તો અને પર્યાવરણની ચર્ચા અશક્ય છે. શીન્તોની તમામ માન્યતાઓના મૂળમાં માન્યતાઓને જોતા નૈસર્ગિક સંપત્તિનું રક્ષણ પ્રથમ સ્થાને આવે છે. જાપનના નૈસર્ગિક દેવતા કે દેવીને કામી તરીકે ઓળખવામાં આવે છે. શીન્તો તમામ વિધિઓમાં પવિત્રતાને મુખ્ય સ્થાન આપવામાં આપેલ છે. પવિત્રતાને શીન્તો ધર્મમાં “હરાઈ”ના નામથી ઓળખવામાં આવે છે. હરાઈ દ્વારા માનવ-માનવ વચ્ચે માણસ અને દેવ વચ્ચે તેમજ માણસ અને કુદરત વચ્ચે સમતુલા કેવી રીતે જાળવવી તે બતાવવામાં આવ્યું છે. શીન્તોને સમગ્ર રીતે જોતા એક જીવન ઉત્સવ તરીકે માનવામાં આવે છે.
– રોજીંદા જીવનમાં ધર્મનું કર્તવ્ય અદા કરવું
– વિશ્વશાંતિ માટે શીન્તોનું પ્રદાન
પ્રકરણ ૩
રોજીંદા જીવનમાં ધર્મનું કર્તવ્ય
જે કાંઈ પણ જાપાનીને પૂછવામાં આવે કે તમારો ધર્મ કયો છે. તો તે વ્યક્તિ તેનો જવાબ તરત જ નહિ આપે એનો અર્થ એ નથી કે જાપાની લોકો બિનધાર્મિક છે. પણ એનો અર્થ એ થાય છે કે જાપાનમાં અનેક ધર્મો એકસાથે રહે છે. આ જાપાનની પરંપરા એક શીન્તોને આભારી છે કે જે અનેક દેવીઓની પૂજામાં માને છે. શિન્હો ધર્મનો સહિષ્ણુતાનો ભાવપણ ખૂબ જ અનેરો છે. તેથી તેઓ અન્ય દેવ દેવીઓના કે અન્ય ધાર્મિક માન્યતાઓનો પણ આદર કરતા હોય છે. મનુષ્ય રોજીંદા જીવનમાં સમ્યક્દષ્ટિ આપવાની સહિષ્ણુતાનો ભાવ કેળવવો તે શીન્તોનો મૂળમંત્ર છે.
-
શીન્તોનો બીજો મુદ્રાલેખ છે. “ફ્યુકોહ ક્યુહી” જેનો અર્થ થાય છે. “દેશની સંપત્તિમાં વધારો કરો” અને દેશની લશ્કરી તાકાત પણ વધારો દેશની સંપત્તિ વધારીને દેશને સ્વાવલંબી પ્રત્યે લઈ જવાની શીન્તોની નેમ છે. દેશની લશ્કરી તાકાત મજબુત કરીને દેશને દુશ્મનોના ભયથી રક્ષણ આપવાની વાત શીન્તોમાં સ્વયમ વણાયેલી છે.
૩૩૯