________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
૩.૫ ખ્રિસ્તી ધર્મ
હિન્દુઓ જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિગયીને માને છે તે જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મ પણ માને છે કે ભગવાન પોતાની જાતને ત્રણ સ્વરૂપોમાં પ્રકટ કરતા હોય છે. (૧) પરમપિતા પરમાત્મા (૨) ભગવાનના એકમાત્ર સંતાન ઈસુ. (૩) પવિત્ર આત્મા. ખ્રિસ્તી ધર્મ માને છે કે પરમેશ્વર છે. તેઓ એકમાત્ર છે. તેઓ સમગ્ર જગતના પિતા છે. તેઓ સર્વજ્ઞ છે. તેઓ સર્વશક્તિમાન છે. તેઓ સર્વવ્યાપી છે તેઓ પરમ પવિત્ર છે. તેઓ પરમ ન્યાયી છે. તેઓ પરમ કરુણામય છે. તેઓ પરમ પ્રેમમય છે. તેઓ પરમ ક્ષમાશીલ છે. તેઓ અનાદિઅનંત છે. તેઓ પૂર્ણ છે. તેઓ રક્ષક છે. તેઓ નિર્વિકાર છે. વિશ્વમાં જે કાંઈ છે તે બધી જ તેઓની કૃતિ છે. તેઓએ જ બધુ બનાવ્યું છે. સ્ત્રી-પુરુષને પણ તેઓએ જ ઘડ્યા છે. એ જ રીતે પશુ-પક્ષી અને બાકીના જગતને પણ તેઓએ ઘડ્યું છે.
૩.ઇસ્લામ ધર્મ
લા ઇલાહા ઇલ્લ લાહ” ઇસ્લામ ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. અલ્હાના સિવાય કોઈપણ વ્યક્તિ, પ્રાર્થના ઇબાદત કે સેવાને લાયક છે જ નહીં. “ઇસ્લામ' શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ શરણે જવું. પોતાની જાતને સંપૂર્ણપણે ઈશ્વરની મરજી ઉપર છોડી દેવી. સારી હોય કે ખરાબ ઇશ્વર-માલિકની મરજી અમારા શરીર-માથા ઉપર આ છે ઇસ્લામની ભાવના.
ઇસ્લામ શબ્દ જે મૂળ ધાતુમાંથી બન્યો છે તેનો અર્થ છે “શાંતિ એટલે કે “અમન' ઇસ્લામ ધર્મમાં માનવાવાળાને મુસ્લિમ અથવા મુસલમાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે બોલે છે : “અસ્સલામો વાલેકમ” જેનો અર્થ થાય છે “આપને શાંતિ
મળે ?
૩૩૫