________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
આ પ્રદેશના રહેવાવાળાઓએ અબ્રામને “ઇબ્રી' નામથી બોલાવવાનું શરૂ કર્યું. ઇબ્રીનું કુટુંબ ઇબ્રીસ' કહેવાયું અને ઇબ્રીસનું બગડેલું રૂપ એટલે હિબ્રુ.
એક વખત ફરી “યહોવાએ, દર્શન આપ્યા અને કહ્યું કે હતું તને આ દેશનો અધિકાર આપવા માંગું છું. હું તને નાઇલ નદીથી કરાત નદી સુધીનો સમગ્ર ભૂભાગ આપીશું. તારું નામ અબ્રામને બદલે ‘ઇબ્રાહીમ એટલે કે સૌના પિતા રહેશે. મારા આ વચનના પ્રતિકરૂપ તારા કુટુંબીજનો, તારા વંશ વારસો, તારા નોકર ચાકરોને તું મેં કહેલા ધર્મની દિક્ષા આપજે અને તે પછી બાળક જન્મે ત્યાર પછી આઠમાં દિવસે આ પ્રમાણેના સંસ્કાર (દીક્ષા) આપજે. ઇબ્રાહીમને પુત્ર થયો ઈસહાક, ઈસહાકને બે જોડીયા બાળકો હતા. એસાવ અને યાકૂબ. યાકૂબ ઇઝરાઇલના નામથી ઓળખાયો. યાકૂબને ૧૨ પુત્રો હતા. જેમાં એકનું નામ હતું યહુદા જેના ઉપરથી સમગ્ર કોમનું નામ પડ્યું યહૂદી. યાકૂબના સૌથી નાના પુત્રનું નામ યુસુફ હતું. યુસુફ સુંદર હતો. ચારિત્રવાન હતો. પિતા તેને ખૂબ પ્યાર કરતા હતા. પરંતુ ભાઇઓએ. દગાથી તેને ઇજિપ્ત જતા એક કાફલાને વેચી દીધો. કાફલાનો માલિક યુસુફના કામથી ખુશ હતો. કુરાનેશરીફમાં એવો ઉલ્લેખ છે કે માલિકની પત્નિ જલેખા તેના પ્યારમાં પડી ગઈ. પરંતુ યુસુફ ન ડગતા જલેખાએ તેને કેદમાં પૂરી દીધો. રાજાને યુસુફની નિર્દોષતા અંગે સ્વપ્ન આવતા તેઓએ યુસુફને મુક્ત કરી મંત્રી બનાવી દીધો. યુસુફે ખૂબ જ સારા કામ કર્યા અને તપોમય જીવન જીવવાનો સંદેશો આપ્યો.
ઘણા સમય પછી હમરત મુસાનો જન્મ થયો. મુસાને સિનોઈ પર્વત ઉપર યહોવાના દર્શન થયા હતાં અને યહોવાએ તેને ૧૦ પવિત્ર આદેશ આપ્યા હતા. તેના આધાર પર મુસાએ આખી ઘાર્મિક અને સામાજિક વ્યવસ્થાની રચના કરી હતી. મુસાએ યહુદી જાતીનો ઉદ્ધાર કર્યો. સારી રીતે જીવન જીવવાનો સંદેશો આપ્યો. જે એક પ્રકારની તપશ્ચર્યા જ છે.