________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
- સમ્યફ કર્માન્ત – હિંસા, દગો અને દૂરાચરણથી બચવું. – સમ્યફ આજીવ – ન્યાયપૂર્ણ રીતે જીવનનિર્વાહ ચલાવવો. – સમ્યફ વ્યાયામ – સત્યકર્મોના માટે સતત પ્રવૃત્તિશીલ રહેવું, – સમ્યફ સ્મૃતિ – લોભ-લાલચ વગેરે ચિત્તને દુઃખ આપતી વાતોથી દૂર રહેવું. - સમ્યફ સમાધિ – રાગદ્વેષથી મુક્ત ચિત્તની એકાગ્રતા.
આ આઠે મૂલ્યોનું પાલન કરવાથી મનુષ્યની પ્રજ્ઞાનો (જ્ઞાન) ઉદય થાય છે અને પ્રજ્ઞાનો ઉદય થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
પારમિતા શબ્દ બન્યો છે “પરમ' ઉપરથી જેનો અર્થ છે સૌથી ઊંચી અવસ્થા.
છ પારમિતા મુખ્ય છે. (૧) દાન પારમિતા (૨) શીલ પારમિતા (૩) શાંતિ પારમિતા (૪) વીર્ય પારમિતા (૫) ધ્યાન પારમિતા (૬) પ્રજ્ઞા પારમિતા * દાન પારમિતા – બીજાના હિતના માટે પોતાનું સર્વસ્વ છોડવાનું નામ છે દાન. દાન પારમિતા
ત્રણ પ્રકારની હોય છે. (૧) જયારે દાન માટેના પાત્રની કોઈ સીમા રહેતી નથી એટલે કે જગતના સર્વ પ્રાણીમાત્ર દાનના પાત્ર બની જાય છે. (૨) જ્યારે દાનમાં આપવાની વસ્તુઓની કોઈ સીમા રહેતી નથી. મનુષ્ય જ્યારે પોતાનું સર્વસ્વ બીજાનાં હિતમાં, દાનમાં આપી દેવા
તૈયાર થઈ જાય છે. (૩) જ્યારે દાનના બદલામાં કંઈ પામવાની આકાંક્ષા-ઇચ્છા રહેતી નથી. * શીલ પારમિતા – શીલ એટલે સદાચાર. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે
નૈતિક નિયમોને શિખર ઉપર પહોંચાડવાનું નામ છે શીલ પારમિતા. હિંસા ન શરીરથી હોવી જોઈએ. ન મનથી અને તે જ પ્રમાણે સદાચારના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. શાંતિ પારમિતા – શાંતિ એટલે ક્ષમા, સહનશીલતા. ગમે તેટલું કષ્ટ પડે ભૈર્ય છોડવાનું નહીં. વિચલિત થવાનું નહીં. હવે તો મરી જવાશે એવું કષ્ટ થાય તો પણ શાંતિથી તેને ભોગવી
લેવું તે શાંતિ પારમિતા. * વીર પારમિતા – વીર્યનો અહીં અર્થ થાય છે ઉત્સાહ. અશુભને છોડીને પૂરા ઉત્સાહની સાથે
આગળ વધવાનું નામ છે વીર્ય-પારમિતા. * ધ્યાન પારમિતા – ધ્યાનનો અહીં અર્થ છે કોઈ એક વસ્તુને ચિત્તમાં એકાગ્ર કરી તેના પર
મન લગાવવું. ચિત્ત જ્યારે સંપૂર્ણપણે વશ થઈ જાય ત્યારે ધ્યાન પારમિતા સિદ્ધ થાય
પ્રજ્ઞા પારમિતા – પ્રજ્ઞા એટલે સત્યનો સાક્ષાત્કાર થવો. ચિત્ત જ્યારે નિર્મળ થઈ જાય છે ત્યારે પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. નિર્મળ ચિત્તથી જ સત્યનાં દર્શન થાય છે.