________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
૩.૩ બૌદ્ધ ધર્મ બૌદ્ધધર્મ – બૌદ્ધધર્મની સ્થાપના બુદ્ધે કરી હતી બુધ્ધ શરણમ્ ગચ્છામિ ધમ્મ શરણમ્ ગચ્છામિ સંઘ શરણમ્ ગચ્છામિ
આ ત્રણ પદો બૌદ્ધધર્મના પ્રખ્યાત પદો છે. બૌદ્ધધર્મમાં એમ કહેવાય છે કે જે વ્યક્તિ બુદ્ધની, ધર્મની અને સંઘની શરણમાં આવે છે તે સમ્યકજ્ઞાન વડે ચાર આર્ય સત્યોને જાણી લે છે. આ ચાર આર્ય સત્ય આ પ્રમાણે છે. (૧) દુઃખ, (૨) દુઃખનો હેતુ (૩) દુઃખથી મુક્તિ અને (૪) દુઃખમાંથી મૂક્તિ તરફ લઈ જનાર અસંગિક માર્ગ. આ માર્ગના શરણે જે જાય છે તેનું કલ્યાણ થાય છે. કારણકે આ માર્ગનું શરણ ઉત્તમ છે અને તેના શરણે જવાથી મનુષ્ય બધા જ દુઃખોમાંથી મુક્તિ પામે છે. બૌદ્ધધર્મના મૂલ્યો –
ચાર આર્યસત્ય બતાવ્યા છે.
પહેલુ આર્ય સત્ય છે દુઃખ, દુઃખ શું છે ? બૌદ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે જન્મ દુઃખ છે, જરા દુઃખ છે. વ્યાધિ દુઃખ છે. મરણ પણ દુઃખ છે. અપ્રિય લોકો સાથેનું મિલન દુઃખ છે. પ્રિય લોકોનો વિયોગ દુઃખ છે. ઇચ્છા કરવા છતાંય કોઈનું ન મળવું એ પણ દુ:ખ છે. એ પછી બૌદ્ધ ધર્મમાં દુઃખને વિષદરૂપે સમજાવવામાં પાંચ ઉપાદાન સ્કંધ જણાવવામાં આવ્યા છે, જે છે રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન.
બીજું આર્યસત્ય છે – દુઃખનું કારણ. બૌદ્ધ ધર્મમાં દુઃખનું કારણ તૃષ્ણા બતાવવામાં આવ્યું છે. ફરીથી જન્મ લેવાની તૃષ્ણ, પ્રસન્ન થવાની તૃષ્ણા, રાગ સહિત જ્યાં ત્યાં ખુશ થવાની તૃષ્ણા, કામ તૃષ્ણા, ભવ તૃષ્ણા, વિભવ તૃષ્ણાય
ત્રીજું આર્યસત્ય છે દુઃખમાંથી મુક્તિ. જો વ્યક્તિ તૃષ્ણાથી વિરકત થઈ જાય તો દુઃખ પણ ખતમ થઈ જાય છે.
ચોથું આર્યસત્ય છે દુઃખમાંથી મુક્તિ અપાવનાર અષ્ટાંગિક માર્ગ છે. - સમ્યફ જ્ઞાન – આર્યસત્યોનું પૂરેપૂરૂ જ્ઞાન - સમ્યફ સંકલ્પ – આ માર્ગ પર ચાલવાનો પાકો નિશ્ચય - સમ્યફ વચન – સત્ય બોલવું.