________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
૩.૪ યહુદી ધર્મ
યહૂદી ધર્મ ઇઝરાઈલમાં વસતા નાગરિકો પાળે છે. યહૂદીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. યહૂદી ધર્મની મૂળ માન્યતા નીચે પ્રમાણે છે.
ઇશ્વર, જીવ અને જગતની રચના કરવાવાળો છે. ઈશ્વર એક છે. ઈશ્વર પ્રેમમય છે. ઇશ્વર કરુણામય છે. ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વર નજીકમાં છે. ઇશ્વર દૂરથી પણ દૂર છે. ઇશ્વર અંધકારની જેમ રહસ્યમય છે. ઇશ્વર સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ છે. ઈશ્વર સત્કર્મથી, પ્રેમથી, કરુણાથી બધાની સાથે નેહભર્યા વ્યવહાર કરવાથી પ્રસન્ન થાય છે. ઇશ્વરનું નામ છે યોહાવા
યોહાવા એ જીવન જીવવાના પવિત્ર મુલ્યો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે. - હું તારો પરમેશ્વર યોહાવા છું. - તું મને યહોવાને મૂકીને બીજા કોઈને માનતો નહીં.
તારા પરમેશ્વરનું નામ એટલે કે યોહાવાનું નામ કોઈ વ્યર્થ વાત માટે કે કોઈ સ્વાર્થ માટે
લેતો નહિ. - અઠવાડિયાના છ દિવસ તું કામકાજ કરજે અને સાતમે દિવસે આરામ કરજે. આરામ કરવાના
દિવસને પવિત્ર માનજે અને તે દિવસે તારા ઘરના સભ્યોથી લઈને નોકરચાકર, મહેમાન
બધાને વિશ્રામ આપજે. તેરાહને ત્રણ પુત્રો હતા. અબ્રામ, નાહોર અને હારાન. અબ્રામની પત્ની હતી સારે અને હારાનનો પુત્ર હતો ભૂત.
પુરાણી બાઇબલના યહૂદી ધર્મગ્રંથમાં લખ્યું છે કે પરમેશ્વર યહો વાએ અબ્રામને કહ્યું હતું કે તારો દેશ, જન્મભૂમિ અને પિતાના ઘરને છોડીને તું એ દેશમાં ચાલ્યો જા, જે હું તને બતાવીશ. હું તને એક મોટી જાતીનો બનાવીશ અને તને આશીર્વાદ આપી. તારું નામ હું શિખરે પહોંચાડીશ. સમગ્ર સૃષ્ટિના લોકો તારી પાસેથી આશીર્વાદ પામશે.
અબ્રામ પોતાનો દેશ છોડી કનાન પ્રદેશ શેકેમ નગરમાં જઇને વસ્યો. થોડો સમય ત્યાં રાહી તે દક્ષિણના પહાડી પ્રદેશ નગર નેગેવ ગયો. અહીં તેણે કેટલાક લોકોને પોતાને સાંપડેલા નવા ધર્મથી શિક્ષિત કર્યા.